તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
બેંકોમાં નવી નોટોનો ખેલઃ ઓળખાણ વાળાને બંડલ, સામાન્ય ગ્રાહકને ધક્કા
દિવાળીએ કડકડતી નોટો માટે ગ્રાહકોમાં રોષ, વિતરણમાં પારદર્શિતાની માંગ

રાજકોટ તા.૭: દિવાળી આવે એટલે નવી નોટોની માંગ વધી જાય છે. શુકન, બક્ષિસ અને ભેટ માટે દરેકને કડકડતી નવી નોટો જોઈએ છે. પરંતુ શહેરની વિવિધ બેંકોમાં આ વખતે નવી નોટોને લઈને ભારે કકળાટ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગ્રાહકોનો સીધો આક્ષેપ છે કે, બેંકમાં આવતી નવી નોટો સામાન્ય લોકોને મળતી જ નથી. જેની મોટી ઓળખાણ હોય, જેમનો સ્ટાફ સાથે ગાઢ સંપર્ક હોય, તેમને જ અંદરથી નવી નોટોના બંડલ મળી જાય છે. જ્યારે સામાન્ય ગ્રાહક વર્ષોથી બેંકમાં ખાતુ ધરાવતો હોય અને નવી નોટો મેળવવા બેંકમાં જાય તો સ્ટોક પૂરો થઈ ગયો હોવાનો અથવા નવી નોટો અમને જ નથી મળી એવો જવાબ મળે છે. છેલ્લા પણા દિવસોથી અનેક ગ્રાહકો બેંકના ધક્કા ખાઈ રહ્યા છે. કોઈને ૧૦-૨૦ નવી નોટો પણ મળતી નથી. કેટલાક ગ્રાહકોને જૂની અને મેલી નોટો આપી દેવામાં આવતા તેમનો ગુસ્સો વધ્યો છે. બેંક બહાર પણ લોકો એકબીજાને ફરિયાદ કરતા જોવા મળે છે કે, આ તો ફક્ત વગ ધરાવતા લોકો માટે જ છે.
બેંક કર્મચારીઓનું કહેવું છે કે, આરબીઆઈ તરફથી મર્યાદિત જથ્થો જ આવે છે. એટલે બધાને સંતોષવા મુશ્કેલ છે, છતાં ગ્રાહકોની માંગ છે કે, જો વિતરણ એકસરખું અને પારદર્શક હોય તો કોઈને અન્યાય ન થાય. દિવાળી જેવા પવિત્ર તહેવારમાં દરેકને ખુશી મળવી જોઈએ. બેંકોએ હવે નવી નોટોના વિતરણ માટે સ્પષ્ટ નિયમ બનાવી, પ્રતિ વ્યક્તિ મર્યાદા નક્કી કરીને સૌને સમાન & તક આપવી જોઈએ. તેવી લાગણી પ્રવર્તી ૧ રહી છે.
ગ્રાહકો બેંકના ધક્કા ખાઈ રહ્યા છે. કોઈને ૧૦-૨૦ નવી નોટો પણ મળતી નથી. કેટલાક ગ્રાહકોને જૂની અને મેલી નોટો આપી દેવામાં આવતા તેમનો ગુસ્સો વધ્યો છે. બેંક બહાર પણ લોકો એકબીજાને ફરિયાદ કરતા જોવા મળે છે કે, આ તો ફક્ત વગ ધરાવતા લોકો માટે જ છે.
બેંક કર્મચારીઓનું કહેવું છે કે, આરબીઆઈ તરફથી મર્યાદિત જથ્થો જ આવે છે. એટલે બધાને સંતોષવા મુશ્કેલ છે, છતાં ગ્રાહકોની માંગ છે કે, જો વિતરણ એકસરખું અને પારદર્શક હોય તો કોઈને અન્યાય ન થાય. દિવાળી જેવા પવિત્ર તહેવારમાં દરેકને ખુશી મળવી જોઈએ. બેંકોએ હવે નવી નોટોના વિતરણ માટે સ્પષ્ટ નિયમ બનાવી, પ્રતિ વ્યક્તિ મર્યાદા નક્કી કરીને સૌને સમાન તક આપવી જોઈએ. તેવી લાગણી પ્રવર્તી ૧ રહી છે.
(12:34 PM IST)










