News of Monday, 13th July 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વ ભવનમાં નવા પી.જી.ડિપ્લોમા કોર્સનો આરંભ
પત્રકારત્વ ભવન દ્વારા ‘PGDMS’ કોર્સ અંતર્ગત મોબાઇલ જર્નાલિઝમ, પોડકાસ્ટ અને શોર્ટ ફિલ્મ મેકિંગનું પ્રાયોગિક અને થિયોરોટીકલ શિક્ષણ અપાશેઃ પ્રવેશ પ્રક્રિયા જાહેર

રાજકોટ, તા. ૧૩: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા બદલાતા સમયની ડિજિટલ અને ટેકનોલોજીકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક નવો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મીડિયા સ્ટડીઝ' (PGDMS) નામનો આ એક વર્ષનો વ્યવસાયિક કોર્સ બે સેમેસ્ટરમાં વહેંચાયેલો છે. આ કોર્સનો મુખ્ય હેતુ પરંપરાગત મીડિયા અને આધુનિક ડિજિટલ માધ્યમોનો સમન્વય કરીને વિદ્યાર્થીઓને આજના યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા સ્માર્ટ સ્ટોરીટેલર બનાવવાનો છે, જેથી તેઓ આજના બદલાતા મીડિયા લેન્ડસ્કેપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના પ્રવાહ સાથે કદમ મિલાવી શકે.
આ રોજગારલક્ષી ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે કોઈપણ વિદ્યાશાખાના તાાતક અરજી કરી શકે છે. યુનિવર્સિટી દ્વારા આ કોર્સમાં ગુણવત્તાસભર શિક્ષણ જળવાઈ રહે તે માટે માત્ર ૨૦ બેઠકોની મર્યાદા રાખવામાં આવી છે. ઙ્કવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના સત્તાવાર એડમિશન પોર્ટલ GCAS પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ વિગતો અને પૂછપરછ માટે વિદ્યાર્થીઓ સવારે ૧૧:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન પત્રકારત્વ ભવનના હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૫૮૬૪૧૮ પર સંપર્ક સાધી શકે છે.
(3:46 PM IST)










