<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

નવી પ્રથાઃગાંધી એવોર્ડ મેળવનાર મહાનુભાવોને ઘરે જઇને આમંત્રણ પાઠવતા મેયર-સ્‍ટે.ચેરમેન

મનપાના શનિવારે યોજાનાર બોર્ડમાં ઉપસ્‍થિત રહેવા નેહલ શુકલ, પરેશ પીપળીયા, મનીષ ભટ્ટ તથા કશ્‍યપ શુકલએ નિવાસસ્‍થાને મુલાકાત કરી ગાંધી એવોર્ડ માટે નરેશભાઇ પટેલ, મૌલેશભાઈ ઉકાણી, રામભાઇ મોકરિયા,નિયો ફાઉન્‍ડેશન, દિનેશભાઈ પાઠક, ઈન્‍દિરાબેન શીંગાળા અને તેજશભાઈ શીશાંગિયાની પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ : રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મજયંતી નિમિત્તે તા. ૨ ઑક્‍ટોબરના રોજ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા છ પ્રતિષ્‍ઠિત નાગરિકોને ‘ગાંધી એવોર્ડ' આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ એવોર્ડ મળનારને  મહાનગરપાલિકાની  સામાન્‍ય સભામાં સન્‍માન કરવામાં આવશે. આગામી તા. ૧૭ ઑક્‍ટોબરે મળનારી સામાન્‍ય સભામાં વિજેતાઓને ‘ગાંધી એવોર્ડ' અર્પણ કરવાની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્‍યારે  ‘ગાંધી એવોર્ડ' માટે પસંદગી પામેલા તમામ ને મહાનગરપાલિકાની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત લઈને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. વિજેતાઓ સામાન્‍ય સભામાં જાતે ઉપસ્‍થિત રહી સન્‍માન સ્‍વીકારે તે માટે ખાસ આગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે આજે સૌ પ્રથમ  નરેશભાઈ પટેલને આગામી સામાન્‍ય સભામાં ઉપસ્‍થિત રહેવા માટે નરેશભાઈ પટેલને ભાવભર્યું નિમંત્રણ આપ્‍યું હતું. આ પ્રસંગે મેયર નેહલ શુકલ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન  પરેશભાઈ પીપળીયા, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ તેમજ  કશ્‍યપભાઈ શુક્‍લ ઉપસ્‍થિત રહ્યા હતા. (૯.ર૮)

 

(3:46 PM IST)