<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

રમેશભાઈ ટીલાળાના આયોજન હેઠળ નૂતન વર્ષ સ્‍નેહમિલનઃ જનસેવા અને સંગઠનની એકતાનો સંકલ્‍પ

નરેન્‍દ્રભાઈ મોદી, ભૂપેન્‍દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, તરુણજી ચુગ અને જગદીશ વિશ્વકર્માએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી શુભેચ્‍છાઓ પાઠવી

રાજકોટઃગુજરાત ભાજપ દ્વારા રાજ્‍યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર આયોજિત દિવાળી તોહમિલન અભિયાન અંતર્ગત રાજકોટ દક્ષિણ વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના અધ્‍યક્ષસ્‍થાને તાજેતરમાં શેઠ હાઈસ્‍કૂલ, ૮૦ ફૂટ રોડ, ભક્‍તિનગર સર્કલ પાસે નૂતન વર્ષ તોહમિલન સમારોહ યોજાયો હતો.

મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય બાદ ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાએ સૌનું સ્‍વાગત કર્યું હતું. શહેર ભાજપ મહામંત્રી યોગેન્‍દ્રસિંહ જાડેજાએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. વડનગરથી વારાણસી બાઈક યાત્રામાં જોડાયેલા કાર્યકર્તાઓનું સાંસદ અને ધારાસભ્‍યના હસ્‍તે સન્‍માન કરાયું હતું. વડા-ધાન નરેન્‍દ્રભાઈ મોદીના સુશાસનનાં ૨૫ વર્ષ અંગે વિશેષ વીડિયો દર્શાવવામાં આવ્‍યો હતો.

ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્‍યું હતું કે નૂતન વર્ષ નવા સંકલ્‍પો અને નવી ઊર્જા સાથે લોકસેવાના કાર્યોને આગળ ધપાવવાનો અવસર છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં રાજકોટ દક્ષિણ વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે સૌ કટિબદ્ધ છે. લોકોનો પ્રેમ, વિશ્વાસ અને સંગઠનની એકતા જ અમારી સાચી તાકાત છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ પ્રભારી તરુણજી ચુગ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી નાગરિકો અને કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

સમારોહમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મેયર ડો. નેહલભાઈ શુક્‍લ, પૂર્વ રાજ્‍યમંત્રી અને પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ રાજ્‍યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ મંત્રી ઉમેશભાઈ રાજ્‍યગુરુ, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણીયા, પ્રદેશ અગ્રણી જીતુભાઈ મહેતા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી ગૌતમભાઈ ગોસ્‍વામી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા અને પૂર્વ ડેપ્‍યુટી મેયર વિનુભાઈ ઘવા ઉપસ્‍થિત રહ્યા હતા.

શહેર ભાજપના ઉપપ્રમુખ કેતનભાઈ વાછાણી, શહેર મંત્રી નીશાબેન રાણપરા, કિશનભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કાર્યાલય મંત્રી હિતેશભાઈ ઢોલરીયા, શહેર કિસાન મોરચાના પ્રમુખ યોગેશભાઈ ભુવા અને શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી મહેશભાઈ મીયાત્રા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ દક્ષિણ વિધાનસભાના તમામ વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિસ્‍તારના નાગરિકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. અંતમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાએ સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને સ્‍વરુચિ ભોજન સાથે સમારોહ સંપન્ન થયો હતો તેમ ધારાસભ્‍યના અંગત મદદનીશ અભિષેક વાડોદરીયાની યાદીમાં જણાવાયું છે.

(3:43 PM IST)