News of Saturday, 20th June 2026
કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલમાં નવનિર્મીત આધુનિક પુસ્તકાલય, પ્રકૃતિ ખંડ અને વોટરરૂમ ખુલ્લા મુકાયાઃ અર્પણવિધિ કાર્યક્રમ
શિક્ષણ અને સેવાનો ત્રિવેણી સંગમઃ જૈન સોશ્યલ ગ્રુપ ડાઉન ટાઉન અને દાતાઓના સહયોગથી શાળાનો કાયાકલ્પ મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષીત પટેલની ઉપસ્થિતિ : દાતાઓનું સન્માન

રાજકોટઃ શ્રી કે.જે.કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલના થઇ રહેલા રીનોવેશનના પંચમ તબક્કામાં શાળામાં પુસ્તકાલય, વાંચનખંડ, પ્રાકૃતિક વર્ગખંડ અને વોટર રૂમની શાળાને અર્પણવિધિનો કાર્યક્રમ મુખ્ય મહેમાનો મોટીવેશનલ સ્પીકર, લેખક, વક્તા અને કોલમીસ્ટ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શ્રી જય વસાવડા તથા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિક્ષિતભાઇ પટેલના અતિથિ વિશેષ પદે સોૈહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
સંગીની અને જૈન સોશયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉનના અથાગ પરિશ્રમ અને નિષ્ઠાભર્યા પ્રયત્નોના પરિણામ સ્વરુપ પુસ્તકાલય અને વાંચનખંડનું નિર્માણ શ્રીમતી હાર્દિકાબેન જગદીશભાઇ ભીમાણીના સહયોગથી તથા પ્રાકૃતિક વર્ગખંડનું નિર્માણ સ્વ.શ્રી દયાશંકર રવજીભાઇ મદેકાના સહયોગથી અને શ્રીમતી ઉષાબેન હર્ષદરાય મહેતા અને સ્વ.મંજુલાબેન અને સ્વ.રસિકભાઇ મહેતાનોના શાબ્દિક સ્વાગત બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિક્ષિતભાઇ પટેલે શાળાને મળેલ ભોૈતિક સુવિધાઓને બિરાદાવી દાતાઓને અભિનંદન આપ્યા હતા અને દિકરીઓને આર્શીવચન આપ્યા હતા.
ત્યારબાદ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ભાનુપ્રસાદ પંડયાએ સંસ્થાનો પરિચય આપી શાળામાં અભ્યાસ કરતી દિકરીઓના શ્રેષ્ઠ શિક્ષણ આપવાના ઉદેશને ધ્યાને લઇ સંચાલક મંડળ સમર્પિતભાવે કાર્ય કરે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી અને સોૈ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જય વસાવડા સાથેના તેના સંસ્મરણો વાગોળ્યા હતા. ત્યારબાદ સર્વે દાતાઓ અને મહેમાનોનું સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમના સંયોજક અને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સમર્પણભાવથી અથાગ મહેનત કરતાં ડો.રાજુભાઇ કોઠારીએ શ્રી જય વસાવડાનો વિસ્તૃત પરિચય આપીને તેઓને પોતાનું વકતવ્ય આપવા વિનંતી કરી હતી.
શ્રી જય વસાવડો પોતાની લાગણીસભર અને માનનીય પ્રવચનમાં હૃદય નીચાવીને દિકરીઓને પોતાના વ્યક્તિગત જીવનના અનુભવો વર્ણવીને જીવન ઉપયોગી માર્ગદર્શન અને શીખામણ આપી હતી. પોતાના એક કલાકનો લાગણીસભર વકતવ્યથી દિકરીઓ તથા શાળા પરિવારના સોૈ સભ્યો મંત્રમુગ્ધ થયા હતા. જૈન સોશ્યલ ગ્રપવતી સોૈ દાતાઓનું સન્માન સ્મૃતિભેટ વડે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન શાળાના પૂર્વ ઇન્ચાર્જ આચાર્યશ્રી વિજ્ઞાબેન જોષી દ્વારા કરવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.
(2:41 PM IST)










