<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

નિધિ સ્‍કૂલના બાળકો ગરબે ઘુમશેઃ કાલે વેલકમ નવરાત્રી

પ્રિન્‍સ, પ્રિન્‍સેસ સહિતના ઈનામો મહેમાનોના હસ્‍તે અપાશેઃ વાલીઓ પણ રાસગરબાની જમાવટ કરશે

રાજકોટઃ શહેરના વોર્ડ નંબર  ૧માં આવેલ નિધિ સ્‍કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્‍કૂલના વિધાર્થીઓ તેમજ વાલીઓ માટે વેલકમ નવરાત્રી - ૨૦૨૬નું આયોજન તા . ૦૭ બુધવારના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન વિશ્વંભરી નવરાત્રી ગ્રાઉન્‍ડ, વેલવેટ પાર્ટી પ્‍લોટ, અયોધ્‍યા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં વિશ્વંભરી કલબ તેમજ તેમની ઓરકેસ્‍ટ્રા ટીમ ખેલૈયાઓને તાલે રમાડશે. મા અંબે ભવાનીની આરતી નિધિ સ્‍કૂલના ચેરમેન શ્રી મતિ સજજનબા એસ. ચુડાસમા, ટ્રસ્‍ટી હર્ષદબા ચુડાસમા તેમજ નિષિ સ્‍કૂલ સ્‍ટાફ ગણ દ્રારા આરતી કરવામાં આવશે. મેડીકલ સુવિધા પણ રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ મહોત્‍સવમાં મુખ્‍ય મહેમાન તરીકે નિધિ સ્‍કૂલના ચેરમેન શ્રી મતિ સજજનબા એસ ચુડાસમા,  પરસોત્તમભાઈ રૂપાલા (સાંસદ) ડો. નેહલભાઈ શુકલ (મેયર) શહેર ભા.જ.પા. પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભા.જ.પા. મહામંત્રી લલિતભાઈ વાડોલિયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, હિરેનભાઈ ખીમાણીયા, સંજયસિંહ રાણા, ખુરશીદ સુમા,  પૂર્વ પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્‍યક્ષ હરેન્‍દ્રસિંહ ગોહિલ, યુવરાજસિંહ ચુડાસમા (ઓમ ઇલેક્‍ટ્રોનીક્‍સ), વોર્ડ નંબર - ૧ ભા.જ.પા. પ્રભારી પૂર્વેશ ભટ્ટ, તેમજ વોર્ડ નંબર - ૧ના કોર્પોરેટર  જયરાજસિંહ જાડેજા, પરેશ ઠાકર, સેજલબેન ચોધરી, અંજનાબેન મોરજરીયા, તેમજ વોર્ડ નંબર - ૧ ની સંગઠન ટીમ, પ્રમુખ નાગજીભાઈ વરુ, કિરીર ગોહેલ(એડવોકેટ) ઉપસ્‍થિત રહેશે.

નિર્ણાયક તરીકે સરૂ અજયસિંહ ચુડાસમા, આરજે પાયલ રાઠોડ, શ્રીમતિ જાનકી અનિરુધ નકુમ, કોર્પોરેટર ખ્‍યાતીબેન ગોહેલ ઉપસ્‍થિત રહેશે. કે.જી. વિભાગના વેલડ્રેસ, પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, ધોરણ ૧ થી ૫માં વેલફેરા, પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, ધોરણ ૬ થી ૮ વેલડ્રેસ, પ્રિન્‍સ, પ્રિન્‍ટોસ, તેમજ વાલીઓમાં પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ, શિક્ષક વિભાગમાં પ્રિન્‍સેસ, વેલડ્રેસ, વિજેતા જાહેર કરવામાં આવશે.

આ નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા નિધિ સ્‍કૂલના મેનેજીંગ યશપાલસિહ ચુડાસમા, ટ્રસ્‍ટી હર્ષાબા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રિન્‍સીપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દ્રષ્ટિ ચાવડીયા, સ્‍નેહા માકડ, આશાબા જાડેજા,  વાઘેલા મીતાલીબા, યાદવ પ્રાચી, ધોળકીયા કાવ્‍યા, ભડેજા હેમાક્ષીબા, સિધવ અસ્‍મિતા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:18 PM IST)