<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

રાત પડે ને ‘દિ' ઉગે રઢીયાળી‘યુવી રાત્રી'માં જામ્‍યો નોરતાનો રંગ : રાસોત્‍સવમાં ઝુમતા ખેલૈયાઓ

સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મંત્રી કાંતિભાઇ અમૃતિયા કલબ યુવીના આંગણે મહેમાન બન્‍યા

રાજકોટ : શહેરમાં સેકન્‍ડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્‍પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ રંગ જમાવી રહયો છે.

ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં ગઇકાલે પાંચમા નોરતે એન્‍જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, જીગ્નેશભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, કીરીટભાઈ આદ્રોજા પરિવાર, ઉદ્યોગપતિઓ સનફોર્જના નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઇ વડાલીયા, જીવનભાઈ વડાલીયા, અગ્રણી બિલ્‍ડર મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ ભીમાણી, જમનભાઈ રોજીવાડીયા, ડીએમઆઈ ગ્રુપના ચિરાગ લખાણી, દર્શન લખાણી, શેઠ બ્રધર્સના ઋષભશેઠ, પરીન ગ્રુપના પરીન નંદાણી, ગીરીરાજ હોસ્‍પિ. ના રમેશભાઈ, ડો. મયંકભાઈ ઠકકર, હાર્મની ગ્રુપના વિનુભાઈ આડોદરીયા, રાજકોટ એન્‍જી. એસોસીએશનના નરેન્‍દ્રભાઈ પાચાણી, રાજકોટ ચેમ્‍બર્સ ઓફ કોમર્સના વી.પી.વૈ‘વ, ડો. ચેતનભાઈ લાલસેતા, સયાજી હોટેલના દિગુભા જાડેજા, રાજદિપસિંહ જાડેજા- વાવડી, બાબુભાઈ ગોપાણી, એ માતાજીની આરતીનો લ્‍હાવો લીધો હતો.

ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મંત્રી કાંતિભાઈ અમળતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, કોર્પોરેટર કીશનભાઇ ટીલવા, મનીષભાઇ ભટ્ટ, પ્રવીણભાઈ સેગલીયા, જીજ્ઞેશભાઈ કાલાવડીયા ઉપસ્‍થિત રહી રાસની રમઝટ માણી હતી.

કલબ યુવીના નવરાત્રી મહોત્‍સવમાં પાચમા નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સેસ આર્વી બાણુગરીયા, મારૂ વંશીકા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ મકવાણા સમર્થ, રૂદ્ર ત્રાંબડીયા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ અસિતા ડેડાણીયા, કક્ષા વાઘાણી, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ ધૈર્ય કણસાગરા, સદક ઘેટીયા, એડલ્‍ટ વેલ ડ્રેસ પ્રિન્‍સેસ જીલ માકડીયા, કોમલ પોશીયા, ખુશી સાદરીયા વેલ ડ્રેસ પ્રિન્‍સ ભવ્‍ય અઘેરા, ધૈર્ય ફળદુ, ધ્‍યાન રોકડ પ્રિન્‍સેસ તરીકે રીતુ મોડીયા, માનસી ઘેટીયા, ધ્રુવી પોશીયા, પ્રિન્‍સ તરીકે કાલરીયા દિપેન, કર્મ ફળદુ, મણવર યુગ વિજેતા બન્‍યા હતા. કલબ યુવીના પાંચમા નોરતે વિજેતા ખેલૈયાઓને એડીકો ગ્રુપના વિપુલભાઇ સંતોકી તથા પ્રીતીબેન, સ્‍પોન્‍સર શીતાંશુભાઈ ભાલોડીયા તથા રત્‍નાબેન, જવલતભાઈ ઝાંઝરુકીયા, નીલેશભાઈ આકોલા, ચિરાગભાઈ, કલબ યુવીના ડાયરેકટર જીજ્ઞેશભાઈ આદ્રોજા તથા તળપ્તીબેન, મુન્નાભાઈ ઘેટીયા તથા હિનાબેન, વિજયભાઇ ડઢાણીયા તથા સોનલબેન, બેસ્‍ટ મયુરના જસ્‍મીનભાઈ, આકાશ કેટરર્સના રવિભાઈ, ઝેડ ઇવેન્‍ટના ધર્મેશ મકાતી, કૈલાસ કલબના અશ્વિનભાઈ દેસાઈ, જજ માધવીબેન, નીધીબેન, ક્રિષ્‍નાબેન તથા ભાર્ગવભાઈ નેહલભાઈ, ભાવેશભાઈ શહેર ભાજપના ઉપપ્રમુખો કૌશીકભાઈ ચાવડા, મેહુલભાઈ નથવાણી, સંજયભાઈ દવે, ભાર્ગવભાઈ મીયાત્રા, મંત્રી કિશનભાઈ પટેલ, શૈલેષભાઇ દવે, શ્‍યામ ડાભી, વોર્ડ નં.૧૧ ના પ્રભારી રજનીભાઈ ગોલ તથા શ્‍યામ કટાએ વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

 આયોજનને સફળ બનાવવા કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, મુન્નાભાઈ ઘેટીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ ૧૦૮ની ટીમ કાર્યરત હોવાનું જણાવાયું છે.

(2:29 PM IST)