તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
નોરતાની રાતો બનશે યાદગાર, ‘અકિલા રઘુવંશી બીટ્સ’માં ગરબાની ધમાલ
સુર, તાલ અને લયના સંગાથે દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમશેઃ રઘુકુળ યુવા ગ્રુપનું અલાયદુ આયોજન : ગાયકો પ્રકાશ પરમાર, દિપ્તી બાલાસરા, હાર્વીન પોપટ, મેહુલ શીશાંગીયા ખેલૈયાઓને રાસે ઝુમાવશેઃ તડામાર તૈયારીઓ

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬''ના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે સર્વે જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્ચેની સ્પર્ધા બાદ કરાશે. દરેક નોરતે 'જય આદ્યશકિત' જાણીતા ભક્તિપદથી રાસોત્સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર પ્રકાશ પરમાર, દિપ્તી બાલાસરા, હાર્વીન પોપટ, મેહુલ શીશાંગીયા તેમજ એન્કરીંગ વૈશાલી પુજારા સહીતનાઓ વૈશ્વીક ખ્યાતનામ સંગીતકાર એરેન્જરના સથવારે લોકગીતો, રાસ-ગરબા પર આધારીત ભકિતપદોને સથવારે ઓરકેસ્ટ્રા રીધમ કિર્તી વિમલ (ઝીલ એન્ટરટેઈનમેન્ટ) દ્વારા કરવામાં આવશે અને દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમશે. આ સમગ્ર આયોજન સમાજનાં સર્વે લોકો માટે થઈ રહયું છે ત્યારે દશ દિવસનાં દરમ્યાન ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવનાર છે. દરેક વિસ્તારને નાઈટ વીઝન સીસીટીવીથી આવરી લેવામાં આવશે. નવરાત્રીના આગમનને વધાવવા ખેલૈયાઓ થનગની રહયાં છે.
‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬' ના ફોર્મ વિતરણ માટેના વ્હોટસએપ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ નંબર તમારા મોબાઈલમાં સેવ કરીને ફોર્મની પી.ડી.એફ઼ ફાઈલ મંગાવી ડાઉનલોડ કરી શકશો.
'અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬'' ના ફોર્મ વિતરણ શરૂ થઈ ગયેલ છે. ફોર્મ જમા કરાવવા માટે મુખ્ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે કાર્યાલયે જ સંપર્ક કરવો.
ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) એન્જોય લેડીઝ કલબ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) જલારામ વેડિગ કાઉન્ટર, મ્યુનીસીપલ કમીશ્નરશ્રીના બંગલાની બાજુમાં, (૭) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્યુટી સલુન, સવન સર્ફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ (૧૦) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૧) એરટેલ શોપી, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક, (૧૨) મુંબઈ મહારાજા વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્કલેવ, શીવાલય ચોક, રેલનગર (૧૩) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ પાસે (૧૪) શીવપુષ્પ મેડીકલ સ્ટોર, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી મળશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પિન્ટુભાઈ રૂપારેલીયા, રઘુ રૂપારેલીયા તેમજ ગાયકો, રીધમીસ્ટ અને એન્કર નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:50 PM IST)










