<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

કારતક-માગસર માસમાં લગ્નો નહિઃ નવા વર્ષમાં ર૬ જાન્યુઆરીથી લગ્નોત્સવ

ઉંચા ઉંચા બંગલા બંધાવો, એમાં કાચની બારીઓ મેલાવો, વીરો મારો ઝગમગ ઝગમગ થાય... આ વર્ષમાં ૯ જુલાઇ છેલ્લુ મુહુર્તઃ દશેરા સિધ્ધ મુહુર્ત : દિવાળી પછી પ્રથમ મુહુર્ત પોષ વદ પાંચમ ૩૧ ઓકટોબર ર૦ર૬ થી રપ જાન્યુઆરી ર૦ર૭ સુધી સિંહસ્થ વર્ષ હોવાથી દિવાળી પછી અઢી માસ સુધી લગ્ન, યજ્ઞોપવિત વગેરેના શુભ મુહુર્ત નહિ : સિંહસ્થ વર્ષ દર ૧ર વર્ષે આવે છેઃ શાસ્ત્રી લલિતકુમાર ભટ્ટે આપેલ માહિતી

રાજકોટ, તા., રઃ આપણી સંસ્કૃતિમાં લગ્નનો મહિમા અનેરો છે. હિન્દુ ધર્મમાં લગ્નોત્સવ શાસ્ત્રોકત જાણકાર પાસે તિથિ-વાર જોવડાવીને નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે દિવાળી પછી તુરત કારતક-માગસર માસમાં લગ્નની મોસમ શરૂ થઇ જતી હોય છે.  પરંતુ આ વખતે સિંહસ્થ વર્ષ હોવાથી વિક્રમ સવંતના નવા વર્ષમાં દિવાળી પછીના અઢી માસ સુધી લગ્નનું કોઇ મુુહુર્ત નથી.નવા વર્ષમાં ર૬ જાન્યુઆરીથી લગ્નોત્સવની મોસમ શરૂ થશે.

ભારતીય સંસ્કૃતિમાં લગ્નને માત્ર બે વ્યકિતઓનું મિલન નહી પરંતુ બે પરિવારોનું જોડાણ અને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. આપણા જીવનમાં લગ્નનું ખુબ જ વિશેષ અને ઉંડુ મહત્વ છે. હિન્દુ ધર્મમાં લગ્નને ૧૬ સંસ્કારોમાંનો એક મહત્વનો સંસ્કાર (વિવાહ સંસ્કાર) માનવામાં આવે છે. લગ્ન એ જન્મોજન્મનો પવિત્ર સંબંધ છે. અગ્નિની સાક્ષીએ લેવાતા ફેરા અને સાત વચનો વર-કન્યાને એકબીજા પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપે છે.

શ્રી રાજકોટ જયોતિર્વિદ મંડળના મહામંત્રી શાસ્ત્રીશ્રી લલીતકુમાર ભટ્ટ (મો. ૮૧૪૧પ ર૮૦પ૦)ના જણાવ્યા મુજબ આ વરસે કારતક અને માગસર માસમાં લગ્નના શુભ મુહુર્ત નથી. હાલ જુલાઇ ર૦ર૬માં તા.૧,૩,૪,૭,૮ અને ૯ સુધીના મુહુર્ત છે. ત્યાર પછીના મુહુર્તો વિક્રમ સવંત ર૦૮૩ ના વર્ષના છે. દશેરા ર૦ ઓકટોબર ર૦ર૬ના દિવસે છે. તે સિધ્ધ મુહુર્ત ગણાય તેથી તે દિવસે લગ્ન જેવા શુભ પ્રસંગો થઇ શકે. દિવાળી ૮ નવેમ્બરે છે.

તા.૩૧ ઓકટોબર ર૦ર૬ થી તા.રપ જાન્યુઆરી ર૦ર૬ સુધી ગુરૂ સિંહ રાશીમાં છે. આ સમયગાળો સિંહસ્થ વર્ષ કહેવાય છે. તેથી તે સમયમાં લગ્નના શુભ મુહુત નથી. સિંહસ્થ વર્ષ દર ૧ર વર્ષે આવે છે. દિવાળી પછી લગ્નનું પહેલુ શુભ મુહુર્ત તા.ર૬ જાન્યુઆરી મંગળવાર ર૦ર૭ પોષ વદ પાંચમનુ઼ છે. તે દિવસથી લગ્નોત્સવની મોસમનો શુભારંભ થશે

(2:45 PM IST)