<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ચોમાસાની જમાવટ થતા ‘NDRF'ની ટીમ રાજકોટ આવી પહોંચીઃ ૨૫ જવાનોનો હવે ઉપલેટામાં મૂકામ

મામલતદાર- TDO સાથે બેઠક યોજયા બાદ કલેકટરને રીપોર્ટ કરાયો

રાજકોટ તા.રઃ ચોમાસુ જામતા જ રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્‍શન મોડમાં આવી ગયું છે. કોઈ પણ આકસ્‍મિક પૂર કે આપત્તિની સ્‍થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સના  ૨૫ જવાનોની  ટીમે રાજકોટ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ઉપલેટા શહેરમાં પડાવ નાંખ્‍યો છે. ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારો મોજ અને ભાદર નદીના કાંઠે આવેલા હોવાથી ભારે વરસાદ દરમિયાન અહીં પૂરની પરિસ્‍થિતિ સર્જાવાનું જોખમ હંમેશા વધારે રહે છે. આથી, નીચાણવાળા વિસ્‍તારોમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે NDRFની ટીમે ઉપલેટાને પોતાનું મુખ્‍ય મથક (બેઝ) બનાવ્‍યું છે.

ઉપલેટા પહોંચતાની સાથે જ NDRFના કમાન્‍ડિંગ અધિકારીઓ અને સ્‍થાનિક વહીવટી તંત્ર (મામલતદાર અને ટીડીઓ) વચ્‍ચે એક મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ટીમ દ્વારા એક વિસ્‍તળત રિપોર્ટ તૈયાર કરીને રાજકોટ જિલ્લા કલેક્‍ટરને મોકલી આપવામાં આવ્‍યો છે. આ રિપોર્ટમાં મુખ્‍યત્‍વે ઉપલેટા અને આસપાસના ડિઝાસ્‍ટર ઙ્કુન (આપત્તિજનક) વિસ્‍તારોનું મેપિંગ, ટીમ પાસે ઉપલબ્‍ધ બોટ, લાઈફ જેકેટ, કટર અને અન્‍ય આધુનિક રેસ્‍કયૂ સાધનોની વિગતોની યાદી તૈયાર કરાઈ છે.જિલ્લા કલેક્‍ટર અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા લોકોને નદીના પટમાં ન જવા, ડેમની આસપાસ ન ફરવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

(3:55 PM IST)