હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોઇ ચિંતા નથીઃ સાંઢીયો પુલ વાહન વ્યવહાર માટે સલામતઃ એડી.સીટી એન્જીનીયર
પુલ નમી જવા અંગે ફેલાયેલ અફવા અંગે મનપાનો સત્તાવાર ખુલાસો : વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ બોકસ કલવર્ટનો સ્લેબ સીધો અને બ્રિજ ઉપર સ્લોપમાં હોવાથી અફવા ફેલાયેલ હોવાની તંત્રની જાહેરાત

રાજકોટઃ શહેરના જામનગર રોડ સ્થિત નવનિર્મિત સાંઢિયા પુલ નમી જવાની અફવા ફેલાતા આજે મનપાના એડી. સીટી એન્જીનીયરશ્રી અતુલ રાવલ દ્વારા સત્તાવાર રીતે સબ સલામત હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવેલ કે, સમાચાર માધ્યમોમાં જામનગર રોડ સ્થિત સાંઢિયા પુલ નમી જવા અંગે સમાચારા પ્રસિધ્ધ થયેલ છે. આ બાબતે જણાવવાનું કે, સાંઢિયા પુલનો એરપોર્ટ સાઇડ તરફ જુના એરપોર્ટ તથા લગત વિસ્તારનાં વરસાદી પાણીનાં નિકાલ માટે જુના પુલમાં પાઇપ નાખવામાં આવેલ હતા. નવા પુલમાં આ જગ્યાએ બોકસ કલવર્ટ બનાવવામાં આવેલ છે. જેનો સ્લેબ પોર્શન ફ્લેટ (સીધો) રાખવામાં આવેલ છે જયારે બ્રિજનાં ઉપરનાં પોર્શનમાં મીડીયન છે તે સ્લોપમાં છે. જેથી આ પ્રકારની અફવા ફેલાય છે. વધુમાં, આ બાબતે જણાવવાનું કે,ું બ્રિજનો લોડ ટેસ્ટીંગ પણ કરવામાં આવેલ છે. આ લોડ ટેસ્ટ પણ બરાબર આવેલ છે. આમ, બ્રિજ વાહન વ્યવહાર માટે સેફ અને સાઉન્ડ છે










