<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

આવતીકાલે નોટરી મહાસંમેલન : નવનિયુકત નોટરીઓનું શિલ્‍ડ આપી સન્‍માન કરાશે

કાલે સાંજે ૭:૩૦ વાગે સેવા ભારતી ભવન ખાતે કાર્યક્રમ : સ્‍નેહમિલન : રપ૩ નોટરીઓનું સન્‍માન થશે

રાજકોટ : શહેર નોટરી એસો.ના પ્રમુખ સર્વશ્રી પ્રકાશસિંહ ગોહિલ, યોગેશભાઈ ઉદાણી, ઉપપ્રમુખશ્રીઓ વિજયભાઈ તોગડીયા, કેતન મંડ, પંકજ દોંગા, હસમુખ જોષી તથા સેક્રેટરી દિલીપ મહેતા સહિતના હોદ્દેદારો એક અખબારીયાદીમાં જણાવે છે કે આવતીકાલે તા.૨૫ શુક્રવારે સાંજે નોટરીઓનું મહાસંમેલન યોજવામાં આવશે અને આ મહાસંમેલનમાં ૨૦૨૫માં બનેલા ર૬ર નવનિયુકત નોટરીઓનું શિલ્‍ડ આપી સન્‍માન કરવાનું આયોજન નકકી થયેલ છે.

આ કાર્યક્રમમાં રાજકોટના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી સી. કે. ચૌહાણ તથા સાંસદ શ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, ધારાસભ્‍યોશ્રી રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયર ડૉ. નેહલભાઈ શુકલ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી તથા પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન લાભુભાઈ ખીમાણીયા, બાર કાઉન્‍સીલના પુર્વ ચેરમેન અને બી.સી.જી.ના કો ચેરમેન દીલીપભાઇ પટેલ, બાર એસોસીએશનના પ્રમુખ શ્રી સુમીત વોરા સહીતના મહાનુભવોના હાથે શીલ્‍ડ એનાયત થશે.

નોટરી એસોસીએશન જોઈન્‍ટ સેક્રેટરીઓ સર્વશ્રી જીતેન્‍દ્રગીરી ગોસ્‍વામી, દિનેશ પમાણી, અજય પીપળીયા, સંગઠનમંત્રી આર. ડી. ગોહિલ, પરાગ શાહ, હેમાંગ જાની, હાર્દિક વેકરીયા જણાવે છે કે રાજકોટના નવનીયુકત ૨૫૩ નોટરીશ્રીઓનુ શિલ્‍ડ આપી અદકેરૂ સન્‍માન કરવાનું નકકી થયેલ છે. આ આયોજનને આખરી ઓપ રાજેશ પુર્ણવૈરાગી, રજનીકાંત ગજેરા, રમેશ ભંડેરી, વિજય દવે, એન. ડી. જેઠવા, અશોક ત્રાંબડીયા, કીશન વાલવા, સમીર રાણીંગા અને ધર્મેન્‍દ્ર જરીયા આપી રહેલ છે.

આ નવનિયુકત બોડીમાં પહેલી વખત પાંચ મહીલા નોટરી વકીલોને કારોબારીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બીનલબેન રવેશીયા, બીનલબેન મહેતા, નિશાબેન લુણાગરીયા, મુનિરાબેન પઠાણ, મુનિરાબેન સૈયદનો કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. આશરે ૬૦૦ વકીલો નોટરી એસો.માં સભ્‍યો અને નોટરીના તમામ પ્રશ્નોને એસો. હંમેશા અગ્રતા આપે છે. અન્‍ય કારોબારી મેમ્‍બરો સર્વશ્રી સરજુદાસ દુધરેજીયા, ભાર્ગવ પંડયા, મનિષ ચૌહાણ, દિલીપ ગાંગાણી, ધર્મેન્‍દ્ર ટાંક, હસમુખ તરપદા, ગોપાલ ભલાણી, મહેશ ત્રાંબડીયા સહીતના કારોબારી મેમ્‍બરો કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

આ નોટરી એસો. દ્વારા થનાર કાર્યક્રમમાં નવનીયુકત, નોટરીશ્રીઓના સન્‍માન કાર્યક્રમમાં આયોજકો દ્વારા રાજકોટના સાંસદ, ધારાસભ્‍યો, મેયર વિગેરે આમંત્રિત કરી અને તેમના હસ્‍તે નોટરીઓને શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવશે. લગ્ન નોટરી એસો. સલાહકાર સમીતિના બી.સી.આઈ. મેમ્‍બર અને બી.સી.જી.ના કો ચેરમેન દિલીપભાઈ પટેલ, પુર્વ પ્રમુખ બીપીન ગાંધી, જયંતભાઈ ગાંગાણી, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, ભરતભાઈ આહયા, રમેશભાઈ કથીરીયા, હિતેશભાઈ દવે દ્વારા એસો.ને મદદરૂપ થઈ રહેલ છે.

આ કાર્યક્રમનું સ્‍થળ : તા.૨૫ શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્‍યે સેવા ભારતી ભવન, અમુલ સર્કલ પાસે, મોહનભાઈ હોલની બાજુમાં, ૮૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમ પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલની યાદીમાં જણાવેલ છે.

 સરનામું : સેવા ભારતી ભવન, અમુલ સર્કલ પાસે, મોહનભાઈ હોલની બાજુમાં, ૮૦ ફુટ રીંગ રોડ, રાજકોટ

(1:07 PM IST)