<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

રૂા. ૯.૬૮ લાખના એમડી, ચરસ, હાઇબ્રીડ અને સુકા ગાંજા સાથે નામચીન રમેશ ઉર્ફે મુન્‍નો સિંધીને દબોચ્‍યો : જુઓ વિડીયો

શહેર એસઓજીની હેટ્રીકઃ માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક પર્દાફાશ : જંકશન પ્‍લોટ લાલબહાદુર શાષાી સોસાયટીમાં ઘરમાં દરોડોઃ મુળ ફ્રુટનો વેપારી રમેશ અગાઉ ખૂન, મારામારી, સહિત આઠ ગુનાઓમા સામેલઃ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગીરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની બાતમી : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૨: શહેર એસઓજીએ માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં હેટ્રીક કરી છે. સતત ત્રીજા દિવસે આવો કેસ શોધી કાઢયો છે. જંકશન પ્‍લોટ લાલબહાદુર શાષાી સોસાયટીમાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં ફ્રુટના ધંધાર્થીને અલગ અલગ ચાર પ્રકારના માદક પદાર્થ સાથે પકડયો છે. જેમાં હાઇબ્રીડ અને સુકો ગાંજો, એમડી (મેફેડ્રોન) અને ચરસનો સમાવેશ થાય છે. કુલ રૂા. ૯.૬૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી વિસ્‍તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે હાથ ધરાયેલ ‘સે નો ટુ ડ્રગ્‍સ' મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્‍વયે એસઓજી પોલીસ ઇન્‍સપેક્‍ટર એન.બી. ચૌધરી અને પો.સબ.ઇન્‍સ. એમ.વી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી નશીલા પદાર્થો સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્‍યો છે.

એસઓજી ટીમના પો.હેડ.કોન્‍સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ તથા પો.કોન્‍સ અનોપસિંહ ઝાલાને સંયુક્‍ત બાતમી મળી હતી કે અગાઉ ખૂનના ગુન્‍હામાં પકડાયેલ આરોપી રમેશ ઉર્ફે મુન્નો સિંધી, હાલ રાજકોટ શહેરના પારસ એપાર્ટમેન્‍ટ, ફ્‌લેટ નં ૨૦૧, લાલ બહાદુર શાષાી સોસાયટી શેરી નં-૦૩, જંક્‍શન પ્‍લોટ ખાતે હાજર છે અને પોતાના કબજામાં માદક પદાર્થનો જથ્‍થો રાખી છૂટક વેચાણ કરવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી મૂળ ફુટનો વેપાર કરતા આરોપી રમેશભાઇ ઉર્ફે મુન્નો કેવડામલ શીવનદાસ ગુલવાણી (ઉ.વ.૪૬)ની અટકાયત કરી હતી.

પોલીસે સ્‍થળ પરથી રૂ. ૫,૭૦,૭૭૦ ની કિંમતનો ૧૬૦.૫૬૦ ગ્રામ મેફેડ્રોન (એમડી), રૂ. ૨૪,૫૦૭ ની કિંમતનો ૯૮.૦૩ ગ્રામ ચરસ, રૂ. ૨,૮૦,૪૫૫ ની કિંમતનો ૮૦.૧૩૦ ગ્રામ હાઇબ્રિડ ગાંજો, રૂ. ૮૬,૫૦૦ ની કિંમતનો ૧.૭૩૦ કિ.ગ્રામ સુકો ગાંજો તેમજ રૂ. ૫,૫૦૦ ના બે મોબાઈલ ફોન, ૩ વજનકાંટા અને ૧૧૧ વેકયુમ પેક કોથળીઓ મળી કુલ રૂ. ૯,૬૮,૦૩ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્‍ટેશનમાં એન.ડી.પી.એસ. એક્‍ટ હેઠળ ગુન્‍હો રજીસ્‍ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરીના જણાવ્‍યા મુજબ આરોપી રમેશ ઉર્ફે મુન્નો અગાઉ પણ જુનાગઢ બી ડીવીઝનમાં માદક પદાર્થના ગુનામાં, રાજકોટના ગાંધીગ્રામ, પ્રદ્યુમનનગર અને મહિલા પોલીસ સ્‍ટેશનમાં મારપીટ, પ્રોહિબિશન અને શારીરિક માનસિક ત્રાસ જેવા કુલ ૮ જેટલા ગુન્‍હાઓમાં પકડાઈ ચૂકયો છે. ં એસઓજી પીઆઇ એન.બી. ચૌધરી, પીએસઆઇ એમ.વી. જાડેજા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, પો.હેડ.કોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગેન્‍દ્રસિંહ ગોહિલ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, પો.કોન્‍સ. અનોપસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, ધુવરાજસિંહ ગોહિલ, મહિલા પો.કોન્‍સ. મોનાબેન બુસા, ભાગ્‍યલક્ષ્મીબા ઝાલા, ડ્રાઈવર પો.કોન્‍સ. નરપતસિંહ જાડેજા, નિર્મળસિંહ ઝાલાએ આ કામગીરી કરી છે. માદક પદાર્થોનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે.એમ. તાવીયાએ કર્યુ હતું. આ શખ્‍સ આ માદક પદાર્થ ક્‍યાંથી લાવ્‍યો? કોને કોને વેંચે છે? સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

(3:50 PM IST)