<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

હવેથી સાંઢિયા પુલ‘‘શ્‍યામાપ્રસાદ મુખર્જી'' પુલ અને પોપટપરા આવાસ યોજના ‘‘જનકભાઇ કોટક'' નામથી ઓળખાશે

પોપટપરાની બીજી આવાસ યોજનાને ગોધુમલ આહુજા, મવડી ચોકને પોપટભાઇ સોરઠિયા અને સિધ્‍ધિ વિનાયક ગણપતિ રાજા માર્ગ નામકરણ સહિત પ૪ દરખાસ્‍તો અંગે લેવાયો નિર્ણય

રાજકોટ, તા.૨૦: આજે મળેલ મ્‍યુનિ.કોર્પોરેશન જનરલ બોર્ડ બેઠકમાં શહેરના વિવિધ સ્‍થળોના નામકરણ સંબંધિત ચાર મહત્‍વની દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

 જેમાં જામનગર રોડ પર આવેલા નવા ફોરલેન સાંઢિયા રેલવે ઓવરબ્રિજને ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી, પોપટપરા વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલી બે આવાસ ટાઉનશીપને પૂર્વ મેયર જનકભાઈ કોટક અને ગોધુમલ આહુજા, આ ઉપરાંત વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડને જોડતા માર્ગને ‘‘સિદ્ધિવિનાયક ગણપતિ રાજા માર્ગ'' તરીકે ઓળખ આપવામાં આવશે.

જ્‍યારે વોર્ડ નં. ૧૧માં મવડી ગામ-રામધણ આશ્રમ રોડ પર સાવન એપાર્ટમેન્‍ટ સામે આવેલા ચોકનું નામ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા ચોક  સહિતની દરખાસ્‍તોનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.  

(2:54 PM IST)