<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

હવે સરકાર નિયુકત એક સભ્‍યનું નામ બદલવા હિલચાલ !

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રચાય તે પહેલા જ ભાજપનું ગણિત ખોરવાયું : ચૂંટાયેલા મહિલા સભ્‍ય બાદ હવે સરકાર નિયુક્‍ત સભ્‍ય સ્‍નાતક નહીં હોવાનો મુદ્દો ગરમાયો : પક્ષની ગાઇડલાઇન સામે બે નામ આવતાં ભાજપમાં ગડમથલ, ગેઝેટ પ્રસિદ્ધિ પર બ્રેક : પ્રદેશના ફેંસલા પર સૌની મીટ

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચનામાં શૈક્ષણિક લાયકાતને લઈને એક પછી એક ગૂંચવણો ઊભી થઈ રહી છે. ચૂંટાયેલા મહિલા સભ્‍ય તાાતક નહીં હોવાનો મામલો હજુ ઉકેલાયો નથી, ત્‍યાં હવે સરકાર નિયુક્‍ત બે સભ્‍યો પૈકી એક સભ્‍ય પણ તાાતક સુધીનો અભ્‍યાસ ધરાવતા નહીં હોવાનું સામે આવતાં પક્ષમાં ભારે ગડમથલ સર્જાયું હોવાનું જાણવા મળે છે. સરકાર નિયુક્‍ત આ સભ્‍યના નામ અંગે ફેરવિચારણા કરીને તેમના સ્‍થાને પક્ષના અન્‍ય વરિષ્ઠ આગેવાન કે કાર્યકરને તક આપવાની પ્રાથમિક સ્‍તરે વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્‍યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍યોની પસંદગી માટે ભાજપ દ્વારા પાંચ મુદ્દાની ગાઇડલાઇન નક્કી કરવામાં આવી હતી. તેમાં તાાતક સુધીનો અભ્‍યાસ ધરાવતા કાર્યકર અથવા આગેવાનને જ શિક્ષણ સમિતિમાં સ્‍થાન આપવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે. જોકે, સરકારના નિયમ મુજબ ધોરણ ૮ કે ૧૦ સુધી ભણેલી વ્‍યક્‍તિ પણ શિક્ષણ સમિતિની સભ્‍ય બની શકે છે. આમ, કાયદાકીય નિયમ અને પક્ષની આંતરિક ગાઇડલાઇન વચ્‍ચેનો ભેદ હવે ભાજપ માટે મૂંઝવણનું કારણ બન્‍યો છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા ૧૧ ચૂંટાયેલા સભ્‍યો પૈકી એક મહિલા સભ્‍ય તાાતક નહીં હોવાનું અગાઉ સામે આવ્‍યું હતું. તેઓ ચૂંટાયેલા જાહેર થઈ ચૂકયાં હોવાથી તેમનું સભ્‍યપદ રદ કરવામાં આવે તો નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી પડે તેવી સ્‍થિતિ સર્જાઈ શકે છે. આ મામલે શહેર ભાજપ દ્વારા પ્રદેશ નેતાગીરી પાસે માર્ગદર્શન માગવામાં આવ્‍યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ વિવાદનો ઉકેલ આવે તે પહેલાં જ સરકાર નિયુક્‍ત સભ્‍યના નામને લઈને નવો પ્રશ્ન ઊભો થયો છે. સરકાર નિયુક્‍ત સભ્‍યો તરીકે ડો. નરેન્‍દ્ર વિસાણી અને કુમારભાઈ શાહનાં નામ જાહેર કરવામાં આવ્‍યાં છે. આ પૈકી એક સભ્‍ય સ્‍નાતક સુધીનો અભ્‍યાસ ધરાવતા નહીં હોવાનું જાણવા મળતાં તેમના નામની ફેરવિચારણા શરૂ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હજુ સુધી ચૂંટાયેલા અને સરકાર નિયુક્‍ત સભ્‍યોનાં નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થયાં નથી.

સૂત્રોના જણાવ્‍યા મુજબ, બંને સભ્‍યોનાં નામ અને તેમની શૈક્ષણિક લાયકાતના મુદ્દે પ્રદેશ કક્ષાએથી માર્ગદર્શન માગવામાં આવ્‍યું છે. જોકે, ચૂંટાયેલા ૧૧ સભ્‍યો પૈકી એક અને સરકાર નિયુક્‍ત બે સભ્‍યો પૈકી એક સભ્‍ય તાાતક નહીં હોવાથી કોઈ એક નામ સામે કાર્યવાહી કરવામાં આવે અને બીજા નામને યથાવત્‌ રાખવામાં આવે તો પક્ષપાત કે અન્‍યાયના સવાલો ઊભા થઈ શકે છે. આ કારણે પક્ષનું મોવડીમંડળ પણ નિર્ણય લેવામાં અસંમજસ અનુભવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

સરકારના નિયમોમાં શિક્ષણ સમિતિની તમામ બેઠકો માટે તાાતકની લાયકાત ફરજિયાત રાખવામાં આવી નથી. સરકાર નિયુક્‍ત બે સભ્‍યો માટે પણ તાાતક હોવાની કોઈ સ્‍પષ્ટ જોગવાઈ નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્‍યારે ત્રીજા સરકાર નિયુક્‍ત સભ્‍ય માટે ગેઝેટેડ અધિકારી હોવું જરૂરી છે. આમ, કાયદેસર પાત્રતા હોવા છતાં પક્ષની આંતરિક ગાઇડલાઇનના કારણે સમગ્ર મામલો ગૂંચવાયો છે.

હવે ભાજપ ચૂંટાયેલા મહિલા સભ્‍ય અને સરકાર નિયુક્‍ત સભ્‍યનું નામ બદલશે કે પછી બંનેને સમાન ધોરણે માન્‍ય રાખશે તેના પર સૌની નજર મંડાઈ છે. હાલ સભ્‍યોનાં નામની ગેઝેટમાં પ્રસિદ્ધિ અટકી પડી હોવાનું જાણવા મળે છે. ગેઝેટમાં નામ પ્રસિદ્ધ થયા બાદ ત્રણ સપ્તાહની અંદર શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાની હોય છે. હાલની ગૂંચવણને જોતાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી દિવાળી બાદ જ થાય તેવી શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(3:45 PM IST)