<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સુરક્ષિત ડિજિટલ પેમેન્‍ટ માટે NPCI દ્વારા ૫ મહત્ત્વપૂર્ણસુરક્ષા ટિપ્‍સ સૂચવાઇ

રાજકોટઃ તા.પ,તહેવારોનો સમયગાળો એટલે ઉજવણી, ભેટસોગાદોની આપ-લે અને ખરીદીની પ્રવળત્તિઓમાં વધારો થવાનો સમય ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્‍યમો પર ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ આકર્ષક ડિસ્‍કાઉન્‍ટ, મર્યાદિત સમય માટેની ખાસ ઓફર્સ અને કેશબેકની સુવિધાઓ આપવામાં આવે છે. આવી આકર્ષક ઓફર્સ ગ્રાહકોને ઝડપથી ખરીદીના નિર્ણયો લેવા માટે પ્રેરિત કરે છે. તહેવારોની આ ભાગદોડ અને ખરીદીની ઉતાવળમાં, અતિશય આકર્ષક લાગતી ઓફર્સ મેળવવાની લાલચમાં ઘણા લોકો પૂરતી તપાસ કર્યા વિના ઉતાવળે નિર્ણયો લઈ   સાયબર ઠગોનો શીકાર બને છે.ફભ્‍ઘ્‍ત્‍  દ્વારા મહત્‍વ પૂર્ણ સુરક્ષા ટીપ્‍સ અપાઇ છે. જેમ કે ચુકવણી માત્ર અધિકળત પ્‍લેટફોર્મ પર જ પૂર્ણ કરો, મફત વાઉચર્સ અને કેશબેકની લાલચ આપતી ઑફર્સથી સાવચેત રહો.

સુરૅિક્ષત ડિજિટલ નાણાકીય વ્‍યવહારો સુનિヘતિ કરવા માટે વપરાશકર્તાઓએ ‘થોભો, વિચારો અને પગલા ભરો' (Stop, Think, ACt) ના સિધ્‍ધાંતને અનુસરવો જોઇએ. કોઇ અણધારી વિનંતી મળે ત્‍યારે તરત જ પ્રતિકક્રિયા આપવાને બદલે થોભવું મળેલી માહિતીની સત્‍યતા અને વિશ્વસનીયતા ચકાસીને વિચારવું અને ત્‍યારબાદ સમજદારીપૂર્વક  પગલા ભરવા જરૂરી છે.

 

(2:57 PM IST)