News of Tuesday, 12th May 2026
નીટના પેપર લીક મામલે NSUI ના સુત્રોચ્ચાર કલેકટરને આવેદનઃ નિષ્પક્ષ તપાસની માંગ
લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ ડગી ગયો છેઃ વાલીઓમાં ભારે રોષ...

રાજકોટ, તા.૧૨: નેશનલ સ્ટુન્ડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી નીટ ૨૦૨૬ પરીક્ષામાં પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવા રજૂઆતો કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે નીટ ૨૦૨૬ પરીક્ષામાં થયેલા સંભવિત પેપર લીક મામલે દેશભરના લાખો વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે.
NEET જેવી રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષામાં ગેરરીતિ થવી અત્યંત ગંભીર બાબત છે. જો સમયસર અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ ણાલી પરથી ઉઠી જશે. આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિત લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. જો આવનાર દિવસો માં આ મામલે કોઈ નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આપને અમારી વિનંતી છે કે નીટ ૨૦૨૬ પેપર લીક મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ શરૂ કરવામાં આવે. દોષિત વ્યક્તિઓ અને સંગઠનો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવનારા સમયમાં આવી ગેરરીતિ ન થાય તે માટે મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવે.આવેદનમાં એનએસયુઆઇના રાજકોટના આગેવાનો-કાર્યકરો જોડાયા હતા.
(2:57 PM IST)










