<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

બેભાન હાલતમાં નર્સિંગ કર્મચારી પંકજભાઇ બોડાતનું મૃત્‍યુ થયું

મેટોડાના ભીમરાજભાઇનું પણ બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨: બેભાન હાલતમાં નર્સિંગ સ્‍ટાફમાં નોકરી કરતાં યુવાન સહિત બે લોકોના મૃત્‍યુ થયા હતાં. આ બનાવથી તેમના પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. જાણવા મળ્‍યા મુજબ ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ-૪માં ખોડીયાર ચોક પાસે રહેતાં પંકજભાઇ જગદીપભાઇ બોડાત (ઉ.વ.૩૬) નામના યુવાન ઘરે બેભાન થઇ જતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર ખાનગી હોસ્‍પિટલમાં નર્સિંગ સ્‍ટાફમાં નોકરી કરતાં હતાં. લિવરની બિમારીથી મૃત્‍યુ થયાનું બહાર આવ્‍યું હતું. બીજા બનાવમાં મેટોડા ગેઇટ-૩માં શીલ્‍પ સિરામીક મેટલ પાસે રહેતાં ભીમરાજ ઇન્‍દ્રજીત કેવન (ઉ.વ.૪૯) બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં મેટોડા પોલીસને જાણ કરવામાં આવી હતી તે મુળ ઓરીસ્‍સાના વતની હતાં અને ત્રણ ભાઇમાં નાના હતાં તેમજ કારખાનામાં કામ કરતાં હતાં. લિવરની બિમારી હોવાનું તપાસમાં ખુલ્‍યું હતું.

(2:20 PM IST)