તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
મનપાના આંગણવાડીના બહેનો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ
બહેનોએ THR તથા મિલેટ્સમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો

રાજકોટઃ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના અધ્યક્ષસ્થાને ઘટક તેમજ જિલ્લા કક્ષાનો ‘પોષણ ઉત્સવ-૨૦૨૬ પૌષ્ટિક વાનગી સ્પર્ધા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી, આઈ.સી.ડી.એસ. ચેરમેન કેતનભાઈ પટેલ, વાઈસ ચેરમેનશ્રી અલ્પાબેન દવે તથા પ્રોગ્રામ ઓફિસરી શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ન્યુટ્રીશન ઝલકબેન વઘાસળીયા દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ વાનગીઓનું મૂલ્યાંકન કરી રેન્ક આપવામાં આવી હતી અને ત્યારબાદ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, પૂર્વ ચેરમેન શિશુ કલ્યાણ સમિતિ જ્યોત્સનાબેન ટીલાળા, મહિલા મોરચાના મહામંત્રી માધવીબેન જોગીયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન કિરણબેન હરસોડા, વોર્ડ નં. ૮ના કોર્પોરેટર કિરણબેન માકડીયા, વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર નીતાબેન લાલ, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, મેડિકલ ઓફિસર ધ્રુતીબેન વકાણી, આર.બી.એસ.કે.ના તબીબશ્રીઓ, આઈ.સી.ડી.એસ. વિભાગની સમગ્ર ટીમ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:44 PM IST)










