<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેંકની વહીવટી પધ્‍ધતિથી ઓડીસાની બેંકની ટીમ ખુશ

રાજકોટઃ તા.ર૮, ડિસ્‍ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્‍યા મુજબ ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેનના શ્રી જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેનશ્રી  મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર માન. શ્રી ઘનશ્‍યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે,નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓડીસા રાજયની કેઓન્‍ઝર સેન્‍ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. ના ચેરમેનશ્રી કાનન બિહારી પાહીની આગેવાની હેઠળ બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્‍યોની ટીમએ શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંક ની મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવળતિઓનો અભ્‍યાસ કરેલ.

ઓડીસા રાજયની કેઓન્‍ઝર સેન્‍ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી.ની ટીમએ બેંકની  બેનમુન કામગીરી, બેંકની મુખ્‍ય કચેરીમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦-૦૦ વાગ્‍યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્‍યવસ્‍થા જોઈ ખુબ જ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેન  જયેશભાઈ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્‍ટને ધન્‍યવાદ આપેલ હતા.

 

(3:23 PM IST)