<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

લાખાજીરાજ માર્કેટના રિનોવેશન દરમિયાન વેપારીઓની સમસ્‍યાઓ સાંભળતા પદાધિકારીઓઃ ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના

માર્કેટની રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓ સાથે ચર્ચાઃ રિનોવેશનની કામગીરી સુચારુ રાખવા અને શકય તેટલી સુવિધા આપવા ખાતરી : આ મુલાકાત દરમિયાન સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

લાખાજીરાજ માર્કેટ નવીનીકરણ અંતર્ગત તંત્રની વેપારીઓ સાથે મુલાકાત : સમસ્‍યા જાણી

રાજકોટ : શહેરની ઐતિહાસીક ધરોહર લાખાજીરાજ માર્કેટના નવીનીકરણને લઇને આજે મનપા દ્વારા વેપારીઓ સાથે મુલાકાત કરી સમસ્‍યા જાણી હતી. આ મુલાકાત વખતે સ્‍ટે. ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ નેતા, હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, કોર્પોરેટર મોહિતસિંહ જાડેજા તથા મનપાના અધિકારીઓ જોડાયા હતા. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧:  મહાનગરપાલિકા દ્વારા જ્‍યુબિલી વિસ્‍તારમાં આવેલી ઐતિહાસીક લાખાજીરાજ માર્કેટના રિનોવેશન માટે હાલ માર્કેટ બંધ કરવામાં આવી છે. રિનોવેશનના કારણે વેપારીઓને પડતી મુશ્‍કેલીઓ અને કામગીરીને લગતા પ્ર‘ોની જાણકારી મેળવવા આજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ માર્કેટની રૂબરૂ મુલાકાત લીધી હતી.

પદાધિકારીઓએ માર્કેટના વેપારીઓ સાથે રૂબરૂ સંવાદ કરી રિનોવેશનને કારણે તેમને પડતી મુશ્‍કેલીઓ, વ્‍યવસાયને થતી અસર અને જરૂરી સુવિધાઓ અંગેની રજૂઆતો સાંભળી હતી. વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોના યોગ્‍ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ સાથે સ્‍થળ પર ચર્ચા કરવામાં આવી હતી.

રિનોવેશનની કામગીરી સુચારુ અને ઝડપી રીતે આગળ વધે તેમજ કામ દરમિયાન વેપારીઓને શકય તેટલી સુવિધા મળી રહે તે અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્‍યાં હતાં.

લાખાજીરાજ માર્કેટના રિનોવેશન બાદ વેપારીઓ અને નાગરિકોને વધુ સુવિધાયુક્‍ત, સુરક્ષિત તથા સુવ્‍યવસ્‍થિત બજાર મળી રહે તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

(3:18 PM IST)