<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સેન્‍ટ્રલ ઝોનમાં અધિકારીઓને દોડાવાયાઃ વરસાદી સ્‍થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

મનપા દ્વારા પાણી પહેલા પાળ બંધાઇઃ ઇમરજન્‍સી સાધનો- સ્‍થળાંતર- શેલ્‍ટર હોમની વ્‍યવસ્‍થા ચકાસી લેવાયેલ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર એચ.આર. પટેલ દ્વારા ફિલ્‍ડ મુલાકાતઃ તૈયારીઓની સમીક્ષા

રાજકોટ તા.૧: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતાં મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાવચેતીના ભાગરૂપે આગોતરા આયોજન અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્‍યા છે.

આ અનુસંધાને ગઇકાલે તા. ૩૧ના રોજ સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તારમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર એચ.આર. પટેલ દ્વારા વિવિધ સ્‍થળોની ફિલ્‍ડ મુલાકાત લઈ વરસાદી પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન રેલનગર તથા ઢેબર રોડ સ્‍થિત ફાયર સ્‍ટેશનોની મુલાકાત લેવામાં આવી હતી. અહીં ફાયર ફાઇટર્સની હાજરી, રેસ્‍કયુ વાહનો, રેસ્‍કયુ બોટ, લાઇફ સેવિંગ સાધનો તથા રાહત અને બચાવ માટે જરૂરી તમામ સાધનો સંપૂર્ણ કાર્યરત સ્‍થિતિમાં હોવાનું સુનિヘતિ કરવામાં આવ્‍યું હતું. સાથે જ કોઈપણ ઇમરજન્‍સી પરિસ્‍થિતિમાં તાત્‍કાલિક કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર વિભાગને સંપૂર્ણ સજ્જ રાખવા સૂચના આપવામાં આવી હતી.

ભારે વરસાદની સ્‍થિતિમાં નીચાણવાળા વિસ્‍તારોમાં ઝડપથી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર વિભાગના સ્‍ટાફને સ્‍ટેન્‍ડ-ટુ સ્‍થિતિમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત લલ્લુડી વોંકળી, રુખડીયાપરા, નરસંગપરા, ભવાનીનગર સહિતના નીચાણવાળા વિસ્‍તારોની સ્‍થળ મુલાકાત લઈ પરિસ્‍થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

ફાયર વિભાગના સ્‍ટાફ દ્વારા નીચાણવાળા વિસ્‍તારોમાં લાઉડસ્‍પીકર મારફતે જાહેર અનાઉન્‍સમેન્‍ટ કરીને નાગરિકોને ભારે વરસાદ દરમિયાન સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તથા જરૂર જણાય ત્‍યારે સલામત સ્‍થળે સ્‍થળાંતર કરવા અંગે અપીલ કરવામાં આવી હતી. સાથે જ આ વિસ્‍તારોના રહેવાસીઓને ભારે વરસાદ દરમિયાન અપનાવવાની સાવચેતી તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા શેલ્‍ટર હોમ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે જો નીચાણવાળા વિસ્‍તારોમાંથી નાગરિકોને સ્‍થળાંતર કરવાની જરૂરિયાત ઉભી થાય તો તેમના માટે નિર્ધારિત કરવામાં આવેલા શેલ્‍ટર હોમની પણ મુલાકાત લેવામાં આવી હતી. શેલ્‍ટર હોમ ખાતે જરૂરી સુવિધાઓ, રહેઠાણ, પ્રકાશ વ્‍યવસ્‍થા, પીવાના પાણી સહિતની તમામ પ્રાથમિક તૈયારીઓની સમીક્ષા કરીને તે સંપૂર્ણ કાર્યરત રહે તે સુનિヘતિ કરવામાં આવ્‍યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદની સંભાવનાને ધ્‍યાનમાં રાખીને તમામ વિભાગોને સતત એલર્ટ મોડ પર રાખવામાં આવ્‍યા છે. અધિકારીઓ અને કર્મચારીઓ ફિલ્‍ડમાં રહી પરિસ્‍થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, જેથી કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્‍થિતિમાં તાત્‍કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરી નાગરિકોની સુરક્ષા સુનિヘતિ કરી શકાય.

આ ફિલ્‍ડ મુલાકાત દરમિયાન સેન્‍ટ્રલ ઝોનના સહાયક મ્‍યુનિસિપલ કમિશનર બી.એલ. કાથરોટીયા, વોર્ડ એન્‍જિનિયરો, વોર્ડ ઓફિસરો તેમજ ફાયર વિભાગના અધિકારીઓ અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા

(3:28 PM IST)