તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા શનિવારે હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન કમ વેંચાણ

રાજકોટ તા. ૨૦ : કઇક નવુ કરવાની નેમ સાથે રચાયેલ ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૨૫ના શનિવારે હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરાયુ છે.
શનિવારે સવારે ૯ થી સાંજે ૭.૩૦ સુધી નંદા હોલ, સુભાષનગર, કોઠારીયા રોડ ખાતે આયોજીત આ પ્રદર્શનમાં બહેનો દ્વારા તૈયાર થયેલ વિવિધ વાનગીઓ, હોમ મેડ સુકા નાસ્તા, હેન્ડીક્રાફટ, કુર્તી-ડ્રેસ મટીરીયલ, સાડી, મોતી કામની વસ્તુઓ, તોરણ, ઇમીટેશન જવેલરી, રજવાડી પર્સ, હર્બલ બ્યુટી પ્રોડકટસ, પાપડ, વેફર, મસાલા, અથાણા વગેરે સહીતની અનેક ચીજ વસ્તુઓ પ્રદર્શન કમ વેચાણ અર્થે મુકવામાં આવશે.
ખાસ કરીને બહેનોમાં રહેલ આવડત બહાર આવે અને સ્વબળે આગળ વધે એ હેતુથી ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરાયુ છે. પ્રદર્શન કમ વેચાણમાં ભાગ લેવા માટે ભુમિકાબેન (મો.૯૪૨૭૭ ૨૫૧૨૧), ધ્રુવીબેન (મો.૯૪૨૬૪ ૭૧૯૪૪)નો સંપર્ક કરવા અથવા વધુ માહીતી માટે સંસ્થાના કાર્યાલય ઓફીસ નં. ૪૨૦, નક્ષત્ર-૭, બાપા સીતારામ ચોક, રૈયા રોડ ખાતે સંસ્થાના પ્રમુખ હેમલબેન દવે (મો.૮૭૮૦૭ ૧૩૧૫૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કૃતિબેન રાઠોડ, ભુમિકાબેન મકવાણા, ધ્રુવીબેન જાજર, ભાવનાબેન ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:38 PM IST)










