તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
દર્શનાર્થીનો સ્વાંગ રચી ઓમકાર, ચેઇન સેરવી લેનાર હંસા ઉર્ફે હંસલીને ડીસીબીએ પકડી
કરણસિંહજી બાલાજી મંદિર અને કોઠારીયા રણુજા મંદિરે ત્રણ ચોરી કરી હતી એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, તુલસીભાઇ ચુડાસમા, કોન્સ. સંજયભાઇ ખાખરી અને ધર્મેશભાઇ ખાંડેખાની બાતમીથી કાર્યવાહીઃ ૩.૪૨ લાખના દાગીના કબ્જે ચોરાઉ દાગીના વેંચવા માટે હોસ્પિટલ ચોક બ્રીજ નીચે ગ્રાહક શોધતી હતી ત્યાં પોલીસ પહોંચી ગઇ

રાજકોટ તા. ૨૦: શહેરના કરણસિંહજી બાલાજી મંદિર અને કોઠારીયાના રણુજા મંદિર ખાતે દર્શનાર્થીઓના ગળામાંથી સોનાના ઓમકાર, ચેઇન, માળા સેરવી લેવાના ત્રણ ગુના ડીસીબીની ટીમે ઉકેલી હંસા ઉર્ફે હંસલી દિલીપભાઇ મકવાણા-દેવીપૂજક (ઉ.વ.૫૫-રહે. કુબલીયાપરા, ટ્રેકટર ચોક)ને પકડી લઇ રૂા. ૩,૪૨,૨૦૦ના દાગીના કબ્જે કર્યા છે.
કરણસિંહજી બાલાજી મંદિર ખાતે દર્શનાથી વૃધ્ધાની સોનાની માળા ગિરદીનો લાભ લઇ અજાણી બુકાની બાંધેલી મહિલા ચોરી ગઇ હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી. ત્યારબાદ આ મંદિર ખાતે જ એક બહેન તેના બાળકને તેડી દર્શન કરવાની લાઇનમાં ઉભા હતાં ત્યારે બાળકના ગળામાંથી સોનાનો ઓમકાર સેરવી લેવાયો હતો. આ ઉપરાંત અષાઢી બીજના દિવસે કોઠારીયા રણુજા મંદિર ખાતે પણ એક મહિલાના ગળામાંથી સોનાની પટ્ટીવાળો ચેઇન આવી જ રીતે સેરવાઇ ગયો હતો. એ-ડિવીઝનના બે અને આજીડેમનો એક મળી કુલ ત્રણ ગુના હંસા ઉર્ફે હંસલીએ કબુલ્યા છે.
ચોરાઉ દાગીના વેંચવા માટે ગ્રાહક શોધવા તે સિવિલ હોસ્પિટલ ચોકીના બ્રીજ નીચે આવી હોવાની બાતમી ડીસીબીના એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, તુલસીભાઇ ચુડાસમા, કોન્સ. સંજયભાઇ ખાખરીયા અને ધર્મેશભાઇ ખાંડેખાને મળતાં મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખી હંસાને સકંજામાં લઇ લીધી હતી. તેની પાસેથી રૂા. ૨,૩૨,૦૦૦ની સોનાની માળા ડબલ સરવાળી, રૂા. ૧,૦૫,૦૦૦ તથા રૂા. ૫૨૦૦નો સોનાનો ઓમકાર મળી આવ્યા હતાં. હંસા ઉર્ફે હંસલી શનીવારે ગિરદીના સમયે મંદિરે ગઇ હતી અને દાગીના સેરવી લીધા હતાં. તેમજ એક ચોરી અષાઢી બીજના દિવસે રણુજા મંદિરે કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમના પીએસઆઇ એસ. એમ. રાણા, વી. ડી. રાવલીયા, એએસઆઇ અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સંતોષભાઇ ઘોઘારી, તુલસીભાઇ ચુડાસમા, સાગરભાઇ માવદીયા, લાલજીભાઇ હાડગરા, કોન્સ. સંજયભાઇ ખાાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા, કોન્સ. ત્રિપદાબેન, શિલ્પાબેન અને દિવ્યાબેને આ કામગીરી કરી હતી.
(3:59 PM IST)










