News of Thursday, 22nd October 2026
સાવત્થી તીર્થના પ્રેરક અને પ્રણેતા જૈનાચાર્ય પૂ. શ્રી જિનચંદ્રસુરીજી મ.આ. દ્વારા દશેરાએ ગુરૂભકતોને આધ્યાત્મિક ગુરૂપ્રદત ભેટ
રપ ફેબ્રુઆરી-ર૦ર૭ના દિવસે મુની શ્રી અજીતચંદ્રવિજયજી મ.સા.ને આચાર્ય પદની પદવી અપાશે : પંચાન્હિકા મહોત્સવ યોજાશે

રાજકોટ : બાવળા નજીક આવેલા સાવત્થી તીર્થમાં તીર્થના પ્રેરક અને પ્રણેતા જૈનાચાર્ય પૂ..જીનચંદ્રસુરીશ્વરજી મ.સા. દ્વારા છેલ્લા સત્યાવીસ વર્ષથી પોતાના ગુરુભક્તોને આધ્યાત્મિક ગુરુપ્રથા ભેટ સ્વરૂપ સ્મળતિ ચિન્હ આપવામાં આવે છે જેમાં આ દશેરા એ ગુરુદેવ દ્વારા અચલગરછના જંગલોમાં ઉભા રહીને કરેલ જાપની પ્રતિમા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રતિકળતિ લેમેનેટેડ કરીને આમંત્રિત મહેમાનોને આપવામાં આવેલ. છેલ્લા સત્યાવીસ વર્ષથી સાવત્થતીર્થના પ્રાંગણમાં યોજાતા ગુરુપ્રદત ભેટ વિતરણમાં અત્યાર સુધીમાં અલભ્ય એવી અનેક ધાર્મિક તેમજ અધ્યાત્મિક ભેટ આપવામાં આવેલ છે જેમાં સંભવનાથ દાદાની મૂર્તિ, ગણપતિ દાદાની ઝારોહરા માર્બલની મૂર્તિ ઉપરાંત વિશા યંત્ર, દક્ષીણાવર્તી શંખ જેવી અનેક ભેટ આપવામાં આવેલ છે ઉપરાંત દશેરાના દિવસે ઉપાશ્રયમાં રાખવામાં આવેલ અવિસ્મરણીય અને અતિ દુર્લભ એવી વસ્તુઓ જેવી કે અવનવા કલરની માળા, સોનાથી મઢેલ દક્ષિણાવર્તી શંખ, ઇન્દ્રજાળ વગેરેનું પ્રદર્શન ગોઠવવામાં આવે છે જે જોઇને મન પ્રફુલિત થઇ જાય છે આ પ્રસંગે મુંબઈ, કરછ, રાજકોટ, જામનગર, અમદાવાદ વગેરે શહેરોમાંથી આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
દશેરાના દિવસે યોજાયેલ ગુરુપ્રદત ભેટના અવસરે પૂ.ગુરુદેવ . જીનચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના આજીવન સેવક અને સાવત્થી તીર્થનો તમામ વહીવટ સુપેરે સંભાળતા તેમના કળપાપાત્ર શિષ્ય મુનિરાજ અજીતચંદ્ર વિજયજી મ.સા.ને આગામી ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૭ના દિવસે આચાર્યપદની પદવીથી નવાજવામાં આવશે અને આ પ્રસંગે પાંચ દિવસનો પંચાનીહકા મહોત્સવ ખુબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. પાંચેય દિવસ વિવિધ મહાપૂજન ભણાવવામાં આવશે. મુળ કચ્છના કાંડાગરા ગામના વતની તથા ૩૬ વર્ષના દીક્ષા પર્યાય થયો છે તેવા મુનીરાજને આચાર્યપદના છત્રીસ ગુણ મુજબ આચાર્યપદની પદવી આપવામાં આવશે. દર વર્ષે દશેરાએ ઉજવવામાં આવતા ગુરુપ્રસાદ ભેટ વિતરણ અને પ્રદર્શનમાં મુનિરાજ અજીતચંદ્ર વિજયજી મ. ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સર્વ નરેશભાઈ પારસભાઈ, હેમાંલભાઈ, નીરવભાઈ, ભારતીબેન, શિલ્પાબેન, ધ્વનીબેન વગેરે કાર્યકરો દિવસરાત જહેમત ઉઠાવીને પ્રસંગને દૈદીપ્ત્તમાન બનાવેલ. દશેરાએ આખા દિવસની સાધર્મિક ભક્તિનો લાભ હેમાંલભાઈએ લીધેલ. આચાર્ય પદવીનો સમારોહ યાદગાર રીતે ઉજવવા માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવેલ છે
(11:41 AM IST)










