હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવલા નોરતાની પાંચમી રઢીયાળી રાત્રે....‘હાઉસ પેક' ખેલૈયાઓથી શોભી રહ્યું છે સહિયર
ડાકલા, ટીમલી, કરબી અને છલડો રાસમાં ખેલૈયાઓની મોજઃ કાલે સફેદ પરંદી થીમ

રાજકોટઃ સહિયર રાસોત્સવમાં સહિયર પ્રેસિડન્ટ સુરેન્દ્રસિહ વાળા, ક્રિષ્નપાલસિહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણરાજાસિહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, જયદીપ રેણુકા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટભાઈ ઉદ્દેશી તથા ધૈર્ય પારેખ સાથે ના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આરતીનો લાભ લીધો હતો.
યુવા સાંસદ અને રાજવી શ્રી કેશરીદેવસિહ જાડેજા, લોકલાડીલા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભા.જ.૫. પ્રમુખ ડો. માધવભાઈ દવે, પૂર્વ મંત્રી ગોવિદભાઈ પટેલ, ગોડલના યુવા આગેવાન જયોતિરાદિત્યસિહ જાડેજા (ગણેશભાઈ, ગોંડલ), શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, યોગેન્દ્રસિહ જાડેજા, લલિતભાઈ વાડોલીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ ઉપપ્રમુખ રાજદીપસિહ જાડેજા (વાવડી), યુવા મોરચાના જયકિશનસિહ ઝાલા, તિર્થરાજાસિહ ગોહીલ, પી.એસ.આઈ. વનરાજાસિહ ગેડીયા, સમીરભાઈ કોટડીયા, માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિહ જાડેજગોંડલ, અરજણભાઈ કેશવાલા, પૂર્વ ડે.મેયર નરેન્દ્રસિહ જાડેજા, પૂર્વ દંડક મનીષભાઈ રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વિદા (હીરો) ઈવુટરના પ્રતિનિધિ અશોકભાઈ પટેલ, રોહિત શર્મા, ચિતન દવે તથા દિલ્હીથી બેઈ પ્રોડકશનના ફાઉન્ડર કરન મદનજીનું સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિહ વાળા દ્વારા ભાતીગળ ઉપવષ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
હૈયે હૈયું દળાય તેવા રાસના દોરમાં ડાકલાટીમળી-કરબી અને છકડો પેટર્ન પર ખેલૈયાઓ મોજથી રમી રહ્યા છે. રાહુલ મહેતા પુનમ ગોંડલીયાના કંઠે ગરબા સાંભળી પૈસા વસુલની લાગણી વ્યકત કરે છે. શબ્દ સંચાલન તેમસ શિશાંગીયા સંગીત સંચાલન 'જીલ એન્ટરટેઈનમેન્ટ' દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગઈકાલે પ્રિન્સ સીનીયર, સમીર વસાણી, કરન ડાભી, હિરેન હળવદીયા, અમન પટેલ, ભાવેશ ડાભી, રાજ જેસાણી, જુનીયર વિજેતા, આદેશ દમાઈ, વંશ વાઘેલા, પ્રિન્સેસ, નિયતિ રઘુવંશી, વિધી રાયચુરા, રચના જોષી, અવની અગ્રાવત, નિકીતા વેદીયા, જુનીયર વિજેતા, રૂહી વેકરીયા, ક્રિષ્ના લોટીયા, આરાઘ્ય રાબડીયા જાહેર થયા હતા.
વિજેતાઓને ઈનામો ગરબા કિગ ગાયક રાહુલ મહેતા, કૃષ્ણસિહ જાડેજા, પિયુષભાઈ રૈયાણ, પ્રકાશભાઈ કણસાગરા, નરેન્દ્રસિહ જાડેજા, દિવ્યરાજાસિહ જાડેજા, રવિભાઈ આડેસરા, ભરત વ્યાસ, કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખ, ખુશ્બુબેન, જયભાઈ પારેખ તથા નિરાલીબેન, રવિરાજાસિહ ચુડાસમા, જયભાઈ શુકલ, ઋતુરાજાસિહ જાડેજા, હરદિપસિહ જાડેજા, મોનજભાઈ ચાવડા, ધવલભાઈ ચતવાણીના હસ્તે અપાયા હતા.
બેસ્ટ ગ્રુપ માલધારી ગ્રુપને પ્રાઈઝ ક્રિષ્નાપાલસિંહ વાળાના હસ્તે અપાયું. શનિવારે સહિયરમાં માં 'સફેદ પરીંદે' થીમ રાખવામાં આવી છે. તેમ તેજસ શિશાંગીયાની યાદીમાં જણાવાયુ છે.










