તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
પુરૂષોત્તમમાસ નિમિતે...રવિવારે સમસ્ત મોઢવણિકસમાજ મહિલા મંડળ દ્વારા પંચવિધી મહોત્સવ તથા જ્ઞાતિ ભોજન
યમુના મહારાણીની લોટી ઉત્સવ મનોરથ, હિંડોળા મનોરથ, ગીરીરાજની વ્રજકલમ મનોરથ, ફૂલડોલ મનોરથ, મહાપ્રભુજીની ૮૪ બેઠકજી સહિતના મનોરથ દર્શનઃ હર્ષીબેન શાહને મરણોત્તર તથા સરોજબેન ભાઠાને ગૌરવ એવોર્ડ એનાયત થશે

રાજકોટઃ પવિત્ર પરસોત્તમમાસના ઉપલક્ષમાં શ્રી મોઢવણિક યુવા ગ્રુપ રાજકોટ સંચાલિત સમસ્ત મોઢવણિક સમાજ મહિલા મંડળ રાજકોટ દ્વારા આગામી ૧૭ મે ને રવિવારે યુ.વી.એમ.સી. પાર્ટી લોન્સ ખાતે પંચવિધ મનોરથ તથા જ્ઞાતિ ભોજન (મહાપ્રસાદ)નું આયોજ કરવામાં આવેલ છે.
કાર્યક્રમ અંગે વિગતવાર જણાવતા મહિલા મંડળના પ્રમુખ પ્રતિમાબેન પારેખ, રીપલબેન છાપીયા તથા હર્ષાબેન પારખ જણાવે છે કે કીર્તનીયા શ્રી અશોકભાઇ રાણપરાની કીર્તન મડ઼ળીના સંગાથે શ્રી યમુના મહારાણીજી લોટી ઉત્સવ, હિંડોળા મનોરથ, શ્રી ગીરીરાજજી વ્રજકલમ મનોરથના દર્શન, ફૂલડોલ મનોરથ તથા ૮૪ બેઠકજી મનોરથ જેવા પંચવિધ મનોરથ દ્વારા પ્રભુ સેવા સ્મરણનો દુર્લભ અવસર પ્રાપ્ત થશે.
પંચવિધ મહોત્સવ અવસરે આયોજિત જ્ઞાતિભોજન તથા સન્માન સમારોહ અંગે મહિલા મંડળના કારોબારી સભ્યો સુષ્મા માહેતા,દિપ્તિ મેસ્વાણી તથા અંજલીવોરા વધુ જણાવતા કહે છે કે સમગ્ર ભારતના મોઢવણિક મહિલા મંડળોમાં સર્વપ્રથમ સમસ્ત મોઢવણિક સમાજ મહિલા મંડળ રાજકોટ દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસના પવાન ઉપલક્ષ નિમિતે સમસ્ત મોઢવણિક જ્ઞાતિજનો માટે જ્ઞાતિ ભોજન (નાત જમણ) નું આયોજન કરવામાં આવેલ છે. સાથો સાથ પંચવિધ સમારોહમાં સમસ્ત મોઢવણિક સમાજ મહિલા મંડળ રાજકોટ દ્વારા સંસ્થાના સંસ્થાપકસ્વ. ગો.વા.શ્રીમતી હયાબેન શાહની બે દાયકા સુધી અવિરત સેવા અને અવનવા કાર્યક્રમો થકી જ્ઞાતિ બહેનોને એક સૂત્રે બાંધવાનું અમૂલ્ય કાર્ય ની નોંધ લઇ મરણોતર ગૌરવ પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે, જ્યારે સ્વ. શ્રી હર્ષાબેન દ્વારા સ્થાપિત મોઢવણિક સમાજ મહિલા મંડળ રાજકોટને પ્રવળત્તિ થકી ધમધમતું રાખવા અને સંસ્થાના હરણફાળ વિકાસ પ્રણેતા શ્રીમતી સરોજબેન ભાઠા નાં અસાધારણ યોગદાન બદલ ‘ગૌરવ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવશે.
સમસ્ત મોઢવાણિક સમાજ મહિલા મંડળ રાજકોટ દ્વારા આયોજિત પંચવિધ સમારોહના મુખ્ય યજમાનપદે શ્રીમતી મધુબેન હરકિશનભાઈ મારવાડી તથા સહયંજમાન પદે શ્રી બિંદુબેન હરકિશનભાઈ મોદી પરિવાર રહેશે,જ્યારે પંચવિધ મનોરથના મુખ્ય મનોસ્થીઓ તરીકે સર્વશ્રી મીક્ષાબેન રાજુભાઈ દોશી, ગીતાબેન કિરીટભાઈ પટેલ, પ્રિયાબેન અજયભાઈ ગઢીયા, સેજલબેન કૌશિકભાઈ કલ્યાણી કિરેનભાઈ છાપીયા, કેતનભાઈ પારેખ કેતનભાઈ મેસ્વાણી, ભાગ્યેશભાઇ વોરા, પ્રશાતભાઈ ગાંગડીયા, નીરજભાઈ મહેતા, વિસ્મિતભાઈ મહેતા, આશાબેન પારેખ, કાશ્મીરાબેન દોશી, એકતાબેન પારેખ, ડૉ. દિપાબેન મણીયાર, ડૉ. લીનાબેન શાહ, ચંદ્રિકાબેન વોરા, મોનાબેન પટેલ, હર્ષિદાબેન પટેલ, આશાબેન રાઠોડ, શૈલજાબેન શાહ રહેશેઅને પંચવિધ સમારોહના સહ મનોરથી તરીકે સર્વ શ્રી પ્રતિમાબેન પારેખ, સુષ્માબેન મહેતા છાયાબેન મહેતા, રૂપાબેન વોરા, તરલાબેન મહેતા, અનસુયાબેન પટેલ સુનિલભાઈ મહેતા. વિજયભાઈ મણિયાર, મયુરભાઈ શાહ રહેશે.
સમસ્ત મોઢવણિક સમાજ મહિલા મંડળ રાજકોટ આયોજીત પંચવિધ સમારોહ તથા જ્ઞાતિ ભોજન કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રતિમાબેન પારેખ, રીપલ છાપીયા, હર્ષા પારેખ, સુષ્મા મહેતા, દીપ્તિ મેસ્વાણી, અંજલી વોરા, પ્રતીક્ષા મોદી, રૂપા વોરા, ક્રિના ગાંગડીયા,ભાંતિ પટેલ, પ્રિયા ગઢીયા, જાનવી મહેતા ,છાયા મહેતા, મીરા વોરા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










