<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

મામાના રૂપિયા ખાઇ જવા ભાણાએ રાજકોટ અને જામનગરના મિત્રો સાથે મળી લૂંટનું તૂત રચ્‍યું હતું

શેરબજારમાં લાખો રૂપિયા હારી જતાં મિત્રોને રાજી કરવાની લાલચ દઇ કાવત્રામાં સામેલ કર્યા હતાં : નાના મવા રોડ પરની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી ભાણેજ ધિરેન્‍દ્રસિંહ તથા તેના મિત્રો રાજકોટના ધ્રુવરાજસિંહ અને જામનગરના ભાવેશને પકડી તાલુકા પોલીસને સોંપ્‍યા

રાજકોટ તા. ૧૨: શહેરના નાના મવા રોડ તરફથી સાગર ચોક તરફ જતા રસ્‍તા પર શનિવારે લૂંટનો બનાવ બન્‍યો હતો. અગીયાર લાખની રોકડ લૂંટાઇ ગયાની આ ઘટના જાહેર થતાં જ તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસબીની ટીમો કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાંખી આ લૂંટની ઘટના જ ખોટી હોવાનું અને શેર બજારમાં લાખો રૂપિયા હારી ચુકેલા ભાણેજ ધીરેન્‍દ્રસિહ વાઘેલાએ મામાને ૪૦ લાખ આપવા ન પડે તે માટે મિત્રો સાથે મળી લૂંટની ખોટી કહાની ઉભી કરી કાવત્રુ ઘડયાનો પર્દાફાશ થયો હતો.

લૂંટની ઘટના જાહેર થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં ફરિયાદી સાથે રહેલો તેનો ભાણેજ જ આરોપી હોવાની હકિકત સામે આવી હતી. કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતાં  હરદેવસિંહ સજુભા ઝાલા તેમના ભાણેજ ધીરેન્‍દ્રસિંહ વાઘેલા સાથે બાઇકમાં રોકડનો થેલો લઇને જતાં ત્‍યારે અન્‍ય બાઇક પર આવેલા બે શખ્‍સ થેલો લૂંટી ભાગી ગયા હતાં. આ બનાવનો ભેદ ઉકેલવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતનો કાફલો પહોંચ્‍યો હતો.

જો કે કલાકોમાં જ દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું હતું. આ લૂંટમાં મામાના પૈસા ખાઇ જવા ખુદ ભાણેજ ધીરેન્‍દ્રસિંહ ધર્મેન્‍દ્રહિં વાઘેલા  (ઉ.વ.૩૨-રહે. ઘનશ્‍યામનગર શક્‍તિ હોટેલ સામે) તથા તેના મિત્રોઘનશ્‍યામનગર, શેરી નં. ૦૧,  ખાતે રહેતા ૨૯ વર્ષીય ધ્રુવરાજસિંહ રાજેન્‍દ્રસિંહ ગોહિલ તથા રણ જીતનગર, હુડકો ક્‍વાર્ટર, બ્‍લોક નં. સી/૭૮૨, જામનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય ભાવેશ ચંદુભાઈ ખુવાને ઝડપી લઇ કાર્યવહી કરી છે. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ધીરેન્‍દ્રસિંહ શેર બજારમાં લાખો રૂપિયા હારી ગયો હોઇ મામાના રૂપિયા ખાઇ જવા તેણે આ લૂંટનો પ્‍લાન ઉભો કર્યો હતો. જેમાં મિત્રોને સામેલ કરવાનો હતો. આના બદલામાં તે મિત્રોને અમુર રકમ આપી રાજી કરવાનો હતો. હવે આગળની તપાસ તાલુકા પોલીસ કરી રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા તથા એ.એસ.આઈ. યશવંતભાઈ ભગત, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સોલંકી, દિગ્‍પાલસિંહ જાડેજા, અમીતકુમાર અગ્રાવત, ભાવેશભાઇ પરમાર, સમીરભાઈ શેખ, સંજયભાઈ દાફડા,જયદેવસિંહ પરમાર, હરસુખભાઈ સબાડ, કળષ્‍ણદેવસિંહ ઝાલા, અનુજભાઈ ડાંગર, મોહિલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઈ ડવ, રાહુલભાઈ ગોહિલ, રાજેશભાઈ જળ, સાગરભાઈ માવદીયા, મુકેશભાઈ સબાડ, તુલસીભાઈ ચુડાસમા, અમિતભાઈ ટુંડીયા, કરણભાઈ કોઠીવાડ, સંજયભાઈ અલગોતર, દિપકભાઈ ચૌહાણ, ભાનુશંકર ધાંધલા, મનિષભાઈ ચાવડા, દિપકભાઈ ડાંગર, ધારાભાઈ વાનરીયા, રવિભાઈ ગઢવી, રાજદીપભાઈ પટગીર, લાલજીભાઈ હાડગરડા, પુષ્‍પરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, વિજુલા જાડેજા, ધર્મેન્‍દ્રભાઈ કુંચાલા, મહાવીરસિંહ જાડેજા, કિશનભાઈ પાંભર, સંજયભાઈ ખાખરીયા, જીલુભાઈ ગળચર, નિકુંજભાઈ મારવીયા, અરવિંદભાઈ ફતેપરા, ધર્મેશભાઈ ખાંડેખા, તૌફિકભાઈ જીણાયત્ર, ધર્મેન્‍દ્રસિંહ રાણા, મયુરધ્‍વજસિંહ જાડેજા, રાજેશભાઈ રંગાણી, ગોપાલભાઈ પાટીલ, દિવ્‍યરાજસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ ઝાલા, પોપટભાઈ ગામારા, રઘુવીરસિંહ જાડેજા અને અશ્વિનભાઈ પંપાણીયાએ કરી હતી.

(1:03 PM IST)