<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

રવિવારે શરદ પૂનમની ચાંદની રાતે રાસ-ગરબાની રમઝટ બોલશે

મનપા દ્વારા રેસકોર્સ ખાતે ‘શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો' કાર્યક્રમનું ભવ્‍ય આયોજન : કંકણ સહિત ત્રણ રાસ મંડળો જમાવશે રંગત

રાજકોટ ,તા.૨ર : રંગીલા રાજકોટમાં નવરાત્રિ બાદ હવે શરદ પૂનમની ચાંદની રાતે રાસ-ગરબાની રમઝટ બોલશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી સંસ્‍કળતિ, લોકકલા અને પરંપરાગત રાસ-ગરબાની વિરાસતને જીવંત રાખવાના હેતુથી આગામી તા. ૨૫ ઓક્‍ટોબર, રવિવારના રોજ ‘શરદોત્‍સવ-૨૦૨૬' અંતર્ગત ‘શરદ પૂનમની રાતલડી રંગ ડોલરીયો' કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવેલા કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન ખાતે રાત્રે ૮:૩૦ કલાકથી યોજાનારા આ સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ઇન્‍ટરનેશનલ ગરબા ગ્રુપ ‘કંકણ' દ્વારા રાસ-ગરબાની મનમોહક પ્રસ્‍તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત અમરેલીનું જેસિંગપરા રાસ મંડળ અને રાજકોટનું કારડીયા રાજપૂત સમાજ રાસ મંડળ પણ પોતાની આગવી શૈલીમાં પરંપરાગત રાસની કળતિઓ રજૂ કરી ઉપસ્‍થિત લોકોને મંત્રમુગ્‍ધ કરશે.

ગુજરાતની લોકસંસ્‍કળતિમાં રાસ-ગરબાનું આગવું મહત્ત્વ રહેલું છે. રાસ-ગરબા માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ ગુજરાતી સંસ્‍કળતિ, પરંપરા, સામૂહિક એકતા અને કલાત્‍મક અભિવ્‍યક્‍તિનું પ્રતીક છે. આ લોકપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ કલાકારોને પોતાની કલા રજૂ કરવા માટે વિશેષ મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્‍ય સાથે મહાનગરપાલિકા દ્વારા શરદોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

શરદ પૂનમની ચાંદની રાતે યોજાનારા આ કાર્યક્રમમાં પરંપરાગત રાસની ભવ્‍યતા, ગરબાની મનમોહક લય અને લોકસંગીતનો અનોખો સંગમ સર્જાશે. ત્રણેય રાસ મંડળોની કલાત્‍મક પ્રસ્‍તુતિઓ દ્વારા ગુજરાતની સમળદ્ધ લોકસંસ્‍કળતિ અને નળત્‍ય પરંપરાની ઝાંખી જોવા મળશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં નગરજનો અને કલાપ્રેમીઓ જોડાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા રાજકોટવાસીઓને ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

ત્રણ રાસ મંડળો રહેશે આકર્ષણનું કેન્‍દ્ર

શરદોત્‍સવમાં ઇન્‍ટરનેશનલ ગરબા ગ્રુપ કંકણ ઉપરાંત અમરેલીનું જેસિંગપરા રાસ મંડળ અને રાજકોટનું કારડીયા રાજપૂત સમાજ રાસ મંડળ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. ત્રણેય મંડળો પોતાની આગવી શૈલીમાં પરંપરાગત રાસ-ગરબાની કળતિઓ રજૂ કરશે. સંગીત, તાલ અને લયના સંગમ સાથે શરદ પૂનમની રાત્રે રેસકોર્સ ખાતે સાંસ્‍કળતિક માહોલ સર્જાશે.

 

 

(2:54 PM IST)