તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
બુધવારે શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત દ્વારા સ્નેહમિલન
સૌને ઉપસ્થિત રહેવા પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીનું આમંત્રણ

રાજકોટ, તા. ૭: શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા દર વર્ષની માફક નવા વર્ષની શરૂઆતમાં દરેક જ્ઞાતિજનો એકાબીજાને હળે મળે અને નવા વર્ષની શુભ શરૂઆતમાં દરેક લોકોને શુભેચ્છાઓ આપે તેમજ વડીલો દ્વારા આર્શીવાદ આપવામાં આવે સમાજની દરેક વ્યકિતનું આવનારૂ નવુ વર્ષ તન, મન, ધન તેમજ શારીરીક, આર્થીક તેમજ આરોગ્યની દષ્ટીથી આવતું નવુ વર્ષ ખુબજ સારી રીતે પસાર થાય તેવી સમગ્ર સમાજ વતી પરમકુપાળુ પરમાત્મા, માં ભગવતી, તેમજ આપાગીગાના ચરણોમાં પ્રાર્થના કરવા માટે આપણે સૌ સાથે મળી ચા-પાણી-નાસ્તો કરી સમાજ માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવીશું.
આ તોહ મીલન ભાઇબીજના શુભ દિને તા. ૧૧બુધવારે શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે સમય સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે. આ તોહમીલ સમારોમાં જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલીત વિવિધ સમીતીઓમાં શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, શ્રી મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમીતી, સાંસ્કળતિક અને રમતગમત સમીતી, વિદ્યાથી મંડળ સમીતી, શ્યામ મંદિર સમીતી તથા વિવિધ મંડળોના તમામ હોદેદારો તથા કારોબારી સભ્યો અને જ્ઞાતિના દરેક ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો તથા નવયુવાનોને ઉપસ્થિત રહેવા માટે જ્ઞાતિ સમસ્ત દ્વારા ખાસ ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે.શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારની સમાજના ઉત્થાન માટેની સામાજીક, સેવાકીય, સંગઠનાત્મક વિગેરે અનેક પ્રકારના જેવુ કે સમાજ દ્વારા સમુહ લગ્નની પ્રવળતિ, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ-ચોપડા વિતરણ, ક્રિકેટ ટુર્નામેન્ટ, રાસગરબા મહોત્સવ વિગેરે પ્રવળતિઓનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે આવનારા નુતન વર્ષમાં પણ દરેક જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવવા સાથે સાથે હળી મળીને એકબીજા સાથે વધુ ને વધુ સંગઠીત સમાજ બને તેવા ઉમદા હેતુ થી જ્ઞાતિ સમસ્ત દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સુંદર તોહ મીલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેમ પ્રમુખ નરેન્દ્રભાઇ એમ. સોલંકી, શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત-રાજકોટની યાદીમાં જણાવ્યું છે.
(3:28 PM IST)










