હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોમવારે વાળંદ સમાજના વન-ડે (બાય-બાય) રાસોત્સવ
શ્રી ક્ષોૈરકર્મ વાળંદ સમાજ સમિતિ દ્વારા આયોજન : જ્ઞાતિના પાંચ હજાર ખેલૈયાઓ રાસે રમશે

રાજકોટઃ શ્રી ક્ષોૈરકર્મ ધંધાદાર સમિતિ રાજકોટ દ્વારા તા.૨૦ને મંગળવાર સાંજે ૬:૩૦ વાગ્યાથી ‘‘વૃંદાવન રાસોત્સવ'' (શ્રીરામ મસાલા ગ્રાઉન્ડ) નાનામોૈવા સર્કલ પાસે રાજકોટ ખાતે વન-ડે (બાય બાય) નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ રાસોત્સવનો હેતુ એ છે કે સમગ્ર સમાજ એક જગ્યાએ મળી માતાજીની આરાધના કરી શકે અને સમાજમા એકતા અને સંસ્કૃતિ જળવાઇ રહે તેવો હોવાનું જણાવાયું છે.
સતત ૧૧માં વર્ષે આયોજીત આ રાસોત્સવમાં અંદાજે પાંચેકહજાર ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે. પાસની ફી રૂા. ૨૫ રાખેલ છે.
આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ અતુલભાઇ વાજા (મો. ૯૮૨૫૬ ૧૯૭૨૮), ઉપપ્રમુખ સચિનભાઇ પરમાર (મો. ૯૨૨૮૪ ૦૩૪૪૦), ખજાનચી લલિતભાઇ પરમાર, મંત્રી ભરતભાઇ ધોળકીયા, સહ મંત્રી બળદેવભાઇ સોલંકી, અરવિંદભાઇ સોલંકી, મહેશભાઇ રાઠોડ, નીતિનભાઇ રાઠોડ, પરેશભાઇ જોટંગીયા, રવિભાઇ રાઠોડ, અલ્પેશભાઇ ચોૈહાણ, તરુણભાઇ રાઠોડ, ભોલેશભાઇ વૈષ્ણવ, નિલેશભાઇ ગોહેલ, બીપીનભાઇ ચોૈહાણ, કેયુરભાઇ ભટ્ટી, સતીષભાઇ વાઘેલા, ઘેલાભાઇ ધામેલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










