<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

હૃદય બેસી જતાં બે બહેનના એકના એક ભાઇનું મોત

માંડા ડુંગર પાસે પરસાણાનગરમાં બનાવ : કોઠારીયા સોલવન્‍ટના નુરમહમદભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૫: માંડા ડુંગર પાસે પરસાણાનગર-૩માં રહેતાં રામફેરભાઇ બાબુરામ ગોૈતમ (ઉ.વ.૫૭) નામના પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. મૃતક મુળ યુપીના વતની હતાં અને બે બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં છ દિકરી છે. પોતે કારખાનામાં મજુરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી.

બીજા બનામવાં કોઠારીયા સોલવન્‍ટ નુરાનીપરામાં રહેતાં નુરમહમદભાઇ હુશેનભાઇ કઇડા (ઉ.વ.૫૯) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો. તે ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતા તથા છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બિમારીથી મૃત્‍યુ થયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. 

(3:14 PM IST)