News of Friday, 10th July 2026
પોલીસ તંત્રમાં ચાલી રહેલી હપ્તાખોરીના કારણે ડોન બની ફરતાં ગુનેગારોની સાન ઠેકાણે લાવોઃ ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી
સરાજાહેર વેંચાતા , ફુટતા ગેરકાયદે હથીયારોની બાબત ગૃહવિભાગની નિષ્ફળતા હોવાના ચાબખાઃ પોલીસ તંત્રમાં રહેલો સડો દુર કરી નિષ્ઠાવાન, પ્રમાણિક અધિકારીઓ, કર્મચારીઓને છુટો દોર જરૂરી

રાજકોટ તા. ૧૦: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ અતુલ રાજાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં છડે ચોક વેંચાતા અને સામાન્ય બાબતે ફટાકડાની જેમ ફૂટતા હથિયારો ભાજપ સરકારના ગળહ વિભાગની નિષ્ફળતા છે. કમલમ કાર્યાલયના આદેશ અને પોલીસ તંત્રની મીઠી નજરથી સમગ્ર રાજયમાં ચાલતા દારૂ જુગારના ધંધા ગુના અને ગુનેગારોનુ મૂળ છે જે ચેનલ તોડવામાં ભાજપ સરકાર અને પોલીસ તંત્ર નિષ્ફળ પુરવાર સાબિત થયું છે.
બંનેએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે શેહરમાં કાયદાનુ નહીં પરંતુ ગુંડા મવાલી અને બુટલેગરોનુ રાજ હોવાની પ્રતીતી પ્રજા અનુભવી રહી છે. છાસવારે ફોટો સેશન કરાવતા ભાજપના નેતાઓ શહેરમા કથળતી કાયદો વ્યવસ્થ બાબતે એક હર્ફ પણ ઉચ્ચરતા નથી ત્યારે શહેરના પ્રજાજનો બિન સલામતિ અને અસુરકક્ષા અનુભવી રહ્યા છે શહેરમાં કાયદાનુ રાજ સ્થાપિત થાય અને પોલીસ તંત્રની ધાક જળવાય તે અત્યન્ત જરૂરી છે. તાજેતરમા શહેરમાં બનેલ સરાજાહેર ફાયરિંગ અને હત્યાની ઘટનાના મૂળમા જોશો તો આ ઘટનાના આરોપીને ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવળત્તિના કારણે પ્રથમથી જ જુદા જુદા જીલ્લાઓની પોલીસ સાથે સાંઠગાંઠ હતી જ લોકમુખે ચાલતી ચર્ચાઓ મુજબ પ્રથમ દારૂનો ધંધો અને ત્યાર બાદ કોરોનો કાળ દરમ્યાન પોલીસ તંત્રની મીઠી નજર નીચે જુગાર કલબનો ધીકતો ધંધો શરૂ કરી આ સફર ગેર કાયદેસર હથિયારની ખરીદી અને સરાજાહેર ફાયરિંગ અને હત્યાને અંજામ આપવા સુધી પહોંચી છે.
નિર્વિદિત સત્યને સરકારના ગળહ વિભાગે સ્વીકારી રાજયના પોલીસ તંત્રમા રહેલ સડો દુર કરવો જોઈએ અને પોલીસ તંત્રમાં આજે પણ નિષ્ઠાવાન પ્રમાણિક અને કાયદાને સમર્પિત અધિકારી અને કર્મચારીઓ છે જ તેને કાયદા મુજબ કામ કરવા અને પ્રજાના જાનમાલ અને સલામતીની રક્ષા માટે છુટો દોર આપવામાં આવે અને પોલીસ તંત્રમા ચાલી રહેલ હપ્તા ખોરીના કારણે ડોન બની ફરતા ગુનેગારોની શાન ઠેકાણે લાવી શહેરને ગુન્હો અને ગુનેગાર મુક્ત બનાવવા સક્ષમ વિપક્ષ તરીકે ગાયત્રીબા વાઘેલા (ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી), અતુલ રાજાણી (પુર્વ પ્રમુખ રાજકોટ શેહર કોંગ્રેસ અને પૂર્વ વિપક્ષ નેતા મ્યુ. કોર્પોરેશન)ની માંગણી છે
(2:57 PM IST)










