તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
રાજકોટમાં માત્ર લાઇસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે: નિયમો તોડનાર સામે ગુનો નોંધાશે પોલીસ કમિશનરનું જાહેરનામું
ભારે ઘોંઘાટ કરતા ફટાકડા અને સિરીઝવાળા ફટાકડાના વેચાણ તથા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ: જાહેરનામું 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી અમલી રહેશે

રાજકોટમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેચાણ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફટાકડાના વેપારીઓ માટે ખાસ સૂચનાઓ જાહેર કરીને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ જ ફટાકડાનું વેચાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, માત્ર લાઇસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત ભારે ઘોંઘાટ કરતા ફટાકડા અને સિરીઝવાળા ફટાકડાના વેચાણ તથા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વેપારીઓને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આ જાહેરનામું 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી અમલી રહેશે. તહેવાર દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત કરવા અને જાહેર સલામતી જાળવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
(1:08 PM IST)










