તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
એસટી બસમાં આચાર સંહિતાનો ખૂલ્લો ભંગ : કલેકટર સમક્ષ ‘રાવ'

રાજકોટ : તા.૨૦: રાજ્યભરમાં ચૂંટણીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડી ગય છે. તેમ છતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની બસમાં હજુ ં આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું સીનીયર સામાજીક અગ્રણી ગજેન્દ્રસિ઼હ ઝાલાએ એક યાદીમાં જણાવ્યું છે.
તેઓએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) ની રાજકોટ ડિવિઝનની રાજકોટ ડેપો ની રાજકોટ ખરેડી રાજકોટ બપોરના ૧-૩૦ કલાકે રાજકોટ પ્લેટફોર્મ પરથી ઉપડતી બસ નંબર GJ-૧૮-Z ૨૮૩૪ ડ્રાઇવર સાઈડ માં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તસ્વીર હજુ પણ મુસાફરોને અને જાહેર જનતાને સ્પષ્ટ રીતે દેખાય તે રીતે બંને મહાનુભાવો ના ફોટાઓ પ્રદર્શિત થઈ રહ્યા છે. જે આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થાય છે. વધુ એક બસમાં જુનાગઢ ડિવિઝનની બાંટવા ડેપોની ગુર્જર નગરી એક્સપ્રેસ રાજકોટ પ્લેટફોર્મ પરથી બપોરના ૧-૩૦ કલાકની આસપાસ ઉપડતી બસ નંબર GJ-૧૮-Z T ૩૦૭૭ ની બસમાં મુસાફરોએ પકડવાના હેન્ડલ પર સ્વદેશી અપનાવો દેશનું ગૌરવ વધારો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સરકારની આ જાહેરાતમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની તસવીરો છે અને ગુર્જર નગરી આ બસમાં પ્રવેશ કરતા ની સામે જ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની તસવીરો સ્પષ્ટપણે દેખાય તે પ્રકારે ચીપકાવેલી છે જે આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થાય છે.
જે તમામ તસવીરો હટાવીલેવા જિલ્લા કલેકટર ચૂંટણી શાખા દ્વારા એસટી તંત્રના રાજકોટ વિભાગીય નિયામકનું લેખિત ધ્યાન દોરવા છતાં આ તસવીરો હટાવવામાં આવી નથી જે પગલે જવાબદાર અધિકારી સામે કારણદર્શક નોટીસ પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા આર.ટી આઇ એકટીવીસ્ટ અને સામાજીક અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ રજૂઆતના અંતમાં માંગણી ઉઠાવી છે.
(2:11 PM IST)










