<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

દેવપરામાં સિંદૂરીયા ખાણમાં કોર્ટ કમિશ્‍નરનું દબાણ હટાવ ઓપરેશનઃ ઝૂપડાઓ તોડી પડાયા

રાજકોટઃ દેવપરામાં સિંદૂરીયા ખાણની વિશાળ જમીન ઉપર આજે કોર્ટ કમિશનરના હુકમને આધારે કોર્ટના અધિકારીઓ દ્વારા દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી ઝુપડાઓ  તોડી પાડયા ત્‍યારે લોકોના ટોળા એકઠા થયા હતા. આ સમયે દક્ષિણ મામલતદાર પણ દોડી ગયા હતા, તેમણે તમામ બાબતો ચેક કરી હતી, મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવેલ કે કોર્ટ કમિશનરના હુકમને આ ઓપરેશન કોર્ટના અધિકારીઓ દ્વારા થઇ રહયું છે, મામલતદાર તંત્રની કોઇ કાર્યવાહી નથી કે ભૂમીકા નથી, તસ્‍વીરમાં ચાલી રહેલ ઓપરેશન તથા ત્‍યાં ઝુપડા બનાવી રહેતા લોકોએ સામાન ખસેડવાનું શરૂ કર્યુ તે નજરે પડે છે. આ ઘટના વખતે લોકોના ટોળા એકઠા થયા હતા, સધન પોલીસ બંદોબસ્‍ત પણ રખાયો હતો.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:40 PM IST)