<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મરાઠા મિત્ર મંડળ ઇસનપુર દ્વારા આયોજનઃ ર૬ ડિસેમ્‍બરે વિવાહ - પરિચય મેળાવડો

 

રાજકોટ : સમસ્‍ત મહારાષ્‍ટ્રીયનો માટે મરાઠા મિત્ર મંડળ, ઇસનપુર દ્વારા તા. ર૬ ડિસેમ્‍બરે શનિવારે સવારે ૧૦ કલાકે વસાવડા હોલ, ફિઝિકલ ગ્રાઉન્‍ડ પાસે, ખોખરા, અમદાવાદ ખાતે દરેક જીલ્લાના વિવાહ ઇચ્‍છુક યુવક-યુવતીઓ માટે વિવાહ પરિચય મેળાવડાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંસ્‍થાના અગ્રણી શ્રી અશોકભાઇ પવારે જણાવ્‍યું છે કે આ વિવાહ પરિચય મેળાવડામાં સમગ્ર મહારાષ્‍ટ્રીયન જ્ઞાતિના લગ્ન ઇચ્‍છુક યુવક-યુવતીઓ સંપૂર્ણ બાયોડેટા સાથે ઉમેદવારી નોંધાવી શકે છે. નોંધણી માટેની અંતિમ તા. ૧ર ડિસેમ્‍બર છે. આ પરિચય મેળાવડામાં જોડાવા માંગતા ઉમેદવારો મો. નં. ૯૩૭પ૮ ૩૩પ૧૯ પર સંપર્ક કરી સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

(3:52 PM IST)