<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જલારામ જયંતિ શોભાયાત્રામાં બાળકોએ ધાર્મિક વષાો પહેરી આવવા આયોજકોનો અનુરોધ

 

રાજકોટ : શ્રી જલારામ જયંતિ શોભા યાત્રામાં જ્ઞાતિના ૬ થી ૧૮ વર્ષની ઉંમરના જે બાળકો ભાગ લેવા ઇચ્‍છુકોએ જલારામ જયંતિ અનુરૂપ અને વિરદાદા જશરાજ જેવા વિર અને ધાર્મિક રત્‍નોના પાત્રો પહેરીને આવવાનું રહેશે. આ માટે તા. ૧૪ના સાંજના ૬ વાગ્‍યા સુધીમાં શ્રી રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટીના વોટસઅપ નં. ૯૮૭૯પ ૭૦૦૯૦ ઉપર જણાવી દેવાના રહેશે. દરેકે તા. ૧૬ને સોમવારે સવારે ૯:૩૦ વાગે ચૌધરી હાઇસ્‍કુલ  મેદાનમાં આવી જવાનું રહેશે. તેમ સંસ્‍થાના પ્રમુખ રમણ કોટકની યાદી જણાવે છે

(2:48 PM IST)