<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ઓસમાણ મીરે બંધુ બેલડી આચાર્ય શ્રી જિનહેમચંદ્ર સાગર સુરીજી મ.સા.ની નિશ્રામાં જન્‍મદિન ઉજવ્‍યો

 

રાજકોટ : પ્રખ્‍યાત પાર્શ્વગાયક ભજનકાર અને સંગીતકાર ઓસમાણભાઈ મીરે પોતાનો જન્‍મદિવસ બંધુ બેલડી આચાર્યશ્રી જિનહેમચંદ્ર સાગર સૂરીજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉજવ્‍યો. ઉપરોક્‍ત સમયે આચાર્ય ભગવંત પૂજ્‍ય શ્રી જિન હેમચંદ્રસાગર સૂરીજી મહારાજ, આચાર્યશ્રી પ્રસન્નચંદ્ર સાગર સુરીજી મહારાજ, આચાર્યશ્રી વિરાગચંદ્ર સાગર સૂરીજી મહારાજ, આચાર્યશ્રી પદમચંદ્ર સાગર સૂરીજી મહારાજ, પૂજ્‍ય આચાર્યશ્રી સમ્‍યકચંદ્રસાગર સૂરીજી મહારાજ તથા આચાર્યશ્રી તારકચંદ્રસાગર સુરીજી મહારાજ તથા અર્હમ મહારાજ તથા અન્‍ય સાધુ ભગવંતો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

શ્રી ઓસમાણ મીરે આ પ્રસંગે પોતાની અનેક લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા અને ઊંઝાના કાર્યક્રમના સંસ્‍મરણો યાદ કર્યા હતા. ઓસમાણભાઈના જન્‍મદિવસ નિમિત્તે  નિલેશભાઈ શાહ તેમજ મીઠાણી પરિવારના સભ્‍યો દ્વારા માળા પહેરાવીને તેમનું અભિવાદન કરી સ્‍વાગત કર્યું હતું.

સતત દોઢ કલાકથી વધારે સમય સુધી શ્રી ઓસમાણભાઈએ ગુરુ ભગવંતોની નિશ્રામાં ઉપસ્‍થિત સમુદાયના લોકોને પોતાની અનેક જાણીતી કળતિઓ રજૂ કરી ભાવવિભોર કર્યા હતા. બંધુ બેલડી પરમ પૂજ્‍ય આચાર્ય શ્રી જીન હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા અન્‍ય ગુરુ ભગવંતોએ શ્રી ઓસમાણભાઈ મીરને આશીર્વાદ આપ્‍યા હતા. આ પ્રસંગે મીઠાણી પરિવારના સદસ્‍યો તેમજ જાણીતા જૈન શ્રેષ્ઠી તેમજ ઉદઘોષક  નિલેશભાઈ શાહ અને મલયભાઈ કોઠારી વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:55 PM IST)