<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

વિકાસની ગતિ અટકશે નહીઃ વોર્ડ નં.૨ના કોર્પોરેટરો એક્‍ટીવ મોડમાં

વોર્ડમાં પડતર પ્રશ્‍નો, પ્રાથમિક સુવિધાઓ અને સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ હેઠળના વિકાસકાર્યોને વેગ આપવા કટીબધ્‍ધ

રાજકોટઃ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર ૨માં વિજય મેળવ્‍યા બાદ ભારતીય જનતા પાર્ટીના ચારેય વિજેતા ઉમેદવારોએ ધૈર્ય પારેખ (મો.૯૩૭૬૪ ૦૧૧૧૦), ડો.શૈલેષ વસાણી (મો.૯૮૯૮૦ ૯૫૯૫૧), મીનાબા જાડેજા (મો.૯૮૭૯૧ ૧૦૪૯૯), દક્ષાબેન વાઘેલા (મો.૭૯૯૦૪ ૯૧૭૨૩) ‘અકિલા' કાર્યાલયની મુલાકાત લીધી હતી. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. તેઓએ જણાવ્‍યું હતું કે, આ વિજય એ જનતાનો અમારા પરનો વિશ્વાસ છે. ચૂંટણી પૂરી થઈ છે, પણ અમારી જવાબદારી હવે શરૂ થઈ છે. વોર્ડ નં. ૨ ના પડતર પ્રશ્નો, પ્રાથમિક સુવિધાઓ અને સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ હેઠળના વિકાસ કાર્યોને વેગ આપવા માટે તેઓ કટિબદ્ધ છે. વિજય બાદ તરત જ મતદારોનો આભાર માનવા અને પ્રશ્નો સાંભળવા માટે લોકસંપર્ક શરૂ કરવામાં આવ્‍યો છે. રોડ, રસ્‍તા પાણી અને સફાઈના પાયાના પ્રશ્‍નોનું વિરીત નિવારણ લાવવામાં આવશે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:24 PM IST)