<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પંચનાથ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ICU સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક

પંચનાથ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ સૌરાષ્‍ટ્રની જનતા માટે મેડિકલ ક્ષેત્રની અનોખી ઘટનાઃ આર્થિક પરિસ્‍થિતિને કારણે કોઈ જરૂરિયાતમંદ દર્દી ગંભીર સારવારથી વંચિત ન રહે તે દિશામાં વધુ એક સેવાકીય પહેલ

રાજકોટઃ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્‍પિટલ (પંચનાથ હોસ્‍પિટલ), રાજકોટ દ્વારા માનવસેવા અને સેવાભાવી આરોગ્‍યસેવાના ક્ષેત્રમાં વધુ એક મહત્‍વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હોસ્‍પિટલ દ્વારા હવે જરૂરિયાતમંદ દર્દીઓ માટે‘‘આઇસીયુ''(ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટ) માં દાખલ થવાનો ખર્ચ સંપૂર્ણ નિઃશુલ્‍ક રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

આ નવી પહેલ અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓ પાસેથી ICU બેડ ચાર્જ, હોસ્‍પિટલમાં રહેવાનો ચાર્જ, હોસ્‍પિટલના ઇન-હાઉસ ડોક્‍ટરોની સારવાર અને કન્‍સલ્‍ટેશન ફી, મેડિકલ ઓફિસરોની સેવા તથા ર્નસિંગ સ્‍ટાફની સેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત દાખલ થવાની ફી, સ્‍ટેશનરી ચાર્જ તથા દર્દીઓના કપડાં અને બેડશીટ સહિતના લિનન ચાર્જ પણ લેવામાં આવશે નહીં.

દર્દીઓએ માત્ર ડાયગ્નોસ્‍ટિક તપાસ, હોસ્‍પિટલની બહારથી આવતા વિઝિટિંગ ડોક્‍ટર્સની ફી, દવાઓ તથા મેડિકલ પ્રોસીજરનો ખર્ચ જ ચૂકવવાનો રહેશે.

હોસ્‍પિટલના ICUમાં પ્રથમ દિવસથી જ જીવનરક્ષક સુવિધાઓ નિઃશુલ્‍ક

પંચનાથ હોસ્‍પિટલની એક વિશેષતા એ પણ છે કે હોસ્‍પિટલની શરૂઆતના પ્રથમ દિવસથી જ અનેક મહત્‍વપૂર્ણ જીવનરક્ષક સુવિધાઓ દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્‍ક આપવામાં આવી રહી છે. તેમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છેઃ

વેન્‍ટિલેટરનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.* ઓક્‍સિજનનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.*ઇન્‍ફયુઝન પંપનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.* સિરીન્‍જ પંપનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને મેડિકલ મોનિટરનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. હોસ્‍પિટલની શરૂઆતથી જ આ તમામ સુવિધાઓ નિઃશુલ્‍ક પૂરી પાડવામાં આવી રહી છે. ટ્રસ્‍ટનો હેતુ એ છે કે જીવન બચાવવા માટે જરૂરી મેડિકલ સુવિધાઓ દર્દીઓ માટે આર્થિક બોજ ન બને.

છેલ્લા ૧૦ મહિનાથી જનરલ

વોર્ડની સેવા પણ સંપૂર્ણ નિઃશુલ્‍ક

પંચનાથ હોસ્‍પિટલની યાદી મુજબ દ્વારા આશરે ૧૦ મહિના અગાઉ જ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જનરલ વોર્ડની હોસ્‍પિટલાઇઝેશન સેવા સંપૂર્ણ નિઃશુલ્‍ક કરવામાં આવી હતી. આ પહેલનો લાભ અત્‍યાર સુધીમાં આશરે ૧,૩૫૦ દર્દીઓ લઈ ચૂકયા છે. આ દર્દીઓને હોસ્‍પિટલમાં દાખલ થવા તથા ઇન-હાઉસ તબીબી સેવાઓ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડ્‍યો નથી. જનરલ વોર્ડની આ સફળ સેવાકીય પહેલને આગળ વધારીને હવે હોસ્‍પિટલ દ્વારા ICU જેવી અત્‍યંત ખર્ચાળ અને ગંભીર સારવારની સુવિધા પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્‍ક કરવામાં આવી રહી છે.

અત્‍યાધુનિક અને આધુનિક સુવિધાઓથી સજ્જ આઇસીયુ પંચનાથ હોસ્‍પિટલનું  આઇસીયુ અત્‍યાધુનિક ટેકનોલોજી અને આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ છે. જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્‍ક આઇસીયુ  સેવા આપવાની સાથે તેમને ઉચ્‍ચ ગુણવત્તાની સારવાર મળી રહે તે માટે હોસ્‍પિટલ દ્વારા આઇસીયુ માં અદ્યતન માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હોસ્‍પિટલના  આઇસીયુમાં સેન્‍ટ્રલ મોનિટરિંગ સિસ્‍ટમ્‍સ ઉપલબ્‍ધ છે, જેના દ્વારા ત્‍ઘ્‍શ્‍માં દાખલ દર્દીઓના મહત્‍વપૂર્ણ આરોગ્‍ય સંબંધિત પરિમાણોનું એક જ સ્‍થળેથી સતત નિરીક્ષણ કરી શકાય છે. આઇસીયુમાં આધુનિક એર હેન્‍ડલિંગ યુનિટ સાથે‘‘હેપા''ફિલ્‍ટર સિસ્‍ટમ્‍સ સ્‍થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાં રહેલા દૂષિત કણો અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે વધારાની એર ફિલ્‍ટરેશન વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે, જેથી ક્રોસ ઇન્‍ફેક્‍શનનું જોખમ ઓછું કરવામાં મદદ મળે.

આઇસીયુમાં વેન્‍ટિલેટર, મલ્‍ટીપેરામિટર મોનિટર, ઇન્‍ફયુઝન પંપ, સિરીન્‍જ પંપ સહિતનાં તમામ જરૂરી મેડિકલ સાધનો આધુનિક અને ઉચ્‍ચ ગુણવત્તાનાં રાખવામાં આવ્‍યાં છે.

ICUમાં દાખલ કરવાની તબીબી યોગ્‍યતા અને મર્યાદા હોસ્‍પિટલના ICUમાં એવા જ દર્દીઓને દાખલ કરવામાં આવશે, જેમની સારવાર હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ વિવિધ સ્‍પેશિયાલિટીના ફુલટાઇમ ડોક્‍ટરો, ઉપલબ્‍ધ મેડિકલ સુવિધાઓ, સાધનો અને મેડિકલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની ક્ષમતાને ધ્‍યાનમાં રાખીને સંભાળી શકાય તેમ હોય. દર્દીની બીમારીની ગંભીરતા, જરૂરી સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટર, સર્જન અથવા કન્‍સલ્‍ટન્‍ટની ઉપલબ્‍ધતા તથા સારવાર માટે જરૂરી મેડિકલ સાધનો અને સુવિધાઓનું મૂલ્‍યાંકન કર્યા બાદ જ ICUમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવશે. હોસ્‍પિટલના ત્‍ઘ્‍શ્‍માં એક સમયે મહત્તમ ૧૦ દર્દીઓને દાખલ કરવાની ક્ષમતા રહેશે.

જે દર્દીઓને તેમની તબીબી સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ સુવિધાઓ કરતાં વધુ વિશિષ્ટ સારવાર કે અન્‍ય અદ્યતન સુવિધાઓની જરૂરિયાત હોય, તેમને યોગ્‍ય ઉચ્‍ચ કેન્‍દ્રમાં રિફર કરવામાં આવશે.

દરરોજ દર્દીઓને નિઃશુલ્‍ક ભોજન - ભગવાનના પ્રસાદ સ્‍વરૂપે સેવા પંચનાથ હોસ્‍પિટલની એક પરંપરા એ છે કે હોસ્‍પિટલમાં દાખલ તમામ દર્દીઓને દરરોજ બપોરનું ભોજન નિઃશુલ્‍ક આપવામાં આવે છે. ધાર્મિક ટ્રસ્‍ટ હોવાના નાતે હોસ્‍પિટલમાં એક વિશેષ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

 દર્દીઓને ભોજન પ્રસાદ પીરસતા પહેલાં સૌપ્રથમ આ ભોજન પંચનાથ મંદિરના મહાદેવ તથા તમામ દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. ટ્રસ્‍ટની માન્‍યતા છે કે માનવસેવા એ જ પ્રભુસેવા છે.

ટ્રસ્‍ટીશ્રીઓની અથાગ મહેનત, દૂરંદેશી અને સેવાભાવનાનું પરિણામ

પંચનાથ હોસ્‍પિટલની સ્‍થાપનાથી લઈને આજ સુધીના આશરે છ વર્ષના ટૂંકા ગાળામાં હોસ્‍પિટલ દ્વારા આરોગ્‍યસેવાના ક્ષેત્રમાં જે પ્રગતિ કરવામાં આવી છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જનરલ વોર્ડથી લઈને ICU સુધીની સેવાઓ નિઃશુલ્‍ક ઉપલબ્‍ધ કરાવવાનું જે સ્‍વપ્ન સાકાર થયું છે, તેની પાછળ પંચનાથ ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીશ્રીઓની અથાગ મહેનત, સેવાભાવના, દૂરંદેશી અને સુદૃઢ આયોજન રહેલું છે.

ટ્રસ્‍ટીશ્રીઓની આ દૂરંદેશીના પરિણામે જ છ વર્ષના ટૂંકા ગાળામાં પંચનાથ હોસ્‍પિટલ આજે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જનરલ વોર્ડ અને ICU જેવી મહત્‍વપૂર્ણ સેવાઓ નિઃશુલ્‍ક ઉપલબ્‍ધ કરાવવાની સ્‍થિતિમાં પહોંચી શકી છે.

આ સેવાયાત્રામાં સતત માર્ગદર્શન, સમય, શક્‍તિ અને સમર્પણ આપનાર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રીઓમાં પ્રમુખશ્રી  દેવાંગભાઈ માંકડ, મંત્રીશ્રી ી મયુરભાઈ શાહ, શ્રી અનિલભાઈ દેસાઈ, શ્રી ડી.વી. મહેતા, શ્રી સંદીપભાઈ ડોડીયા, શ્રી વસંતભાઈ જસાણી, શ્રી નિખિલભાઈ મહેતા, શ્રી નારણભાઈ લાલકિયા, શ્રી નીતિનભાઈ મણિયાર, ડૉ. રવિરાજભાઈ ગુજરાતી, શ્રી મહેન્‍દ્રસિંહ ગોહેલ અને શ્રી નીરજભાઈ પાઠકનો અમૂલ્‍ય સહયોગ મળી રહ્યાનું પણ જણાવાયું છે.

પંચનાથ હોસ્‍પિટલની આ પ્રગતિ કોઈ એક વ્‍યક્‍તિની સિદ્ધિ નથી, પરંતુ તમામ ટ્રસ્‍ટીશ્રીઓના સામૂહિક વિઝન,અથાગ પરિશ્રમ અને માનવસેવા પ્રત્‍યેના સમર્પણનું પરિણામ છે.

રાજકોટના દાતાશ્રીઓ - પંચનાથ હોસ્‍પિટલની સેવાયાત્રાનો મજબૂત આધારસ્‍તંભ

પંચનાથ હોસ્‍પિટલ દ્વારા ચલાવવામાં આવતી આ તમામ નિઃશુલ્‍ક સેવાઓ અને સેવાકીય પ્રવળત્તિઓ રાજકોટના ઉદાર હૃદયના દાતાશ્રીઓના સહયોગ, ઉદારતા અને સતત પ્રોત્‍સાહનને કારણે જ શકય બની રહી છે.

ટ્રસ્‍ટ દરેક દાતા, શુભેચ્‍છક અને સહયોગીનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરે છે. દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવતું દરેક નાનું કે મોટું યોગદાન અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બની રહ્યું છે. ટ્રસ્‍ટનું માનવું છે કે આ માત્ર એક હોસ્‍પિટલ કે એક સંસ્‍થાની પહેલ નથી, પરંતુ રાજકોટના નાગરિકોના સહયોગથી સાકાર થઈ રહેલી એક સામૂહિક માનવસેવાની યાત્રા છે.

રાજકોટ અને સમગ્ર સૌરાષ્‍ટ્રના જરૂરિયાતમંદો માટે વધુ એક અનોખી સેવાકીય પહેલે પંચનાથ ટ્રસ્‍ટ દ્વારા જનરલ વોર્ડ અને ICU બંનેની હોસ્‍પિટલાઇઝેશન સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્‍ક કરી એક વધુ આવશ્‍યક અને અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી છે. આ પહેલ સમગ્ર રાજકોટ અને સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ટ્રસ્‍ટનો ઉદ્દેશ છે કે રાજકોટ અને સૌરાષ્‍ટ્રના કોઈપણ જરૂરિયાતમંદ પરિવારને ગંભીર બીમારીના સમયે માત્ર આર્થિક મુશ્‍કેલીને કારણે સારવાર અંગે સમાધાન કરવું ન પડે.

પંચનાથ ટ્રસ્‍ટનો સંકલ્‍પ છે કે આર્થિક રીતે નબળા દર્દીઓને પણ આધુનિક અને ગુણવત્તાસભર સારવાર, નિઃશુલ્‍ક હોસ્‍પિટલાઇઝેશન અને માનવતાભર્યું વાતાવરણ મળે. કારણ કે માનવસેવા એ જ પ્રભુસેવા છે. પંચનાથ હોસ્‍પિટલ - જ્‍યાં સારવાર સાથે સંવેદના છે અને સેવામાં જ સમર્પણ છે. 

 

(3:47 PM IST)