<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પુજીત રૂપાણી ટ્રસ્‍ટની જ્ઞાન પ્રબોધિની પરીક્ષામાં પર૧ વિદ્યાર્થીઓએ નશીબ અજમાવ્‍યુ

 

રાજકોટઃ પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટના જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્‍ટ અંતર્ગત આર્થિક રીતે નબળા પરંતુ ભણવામાં તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા પરીક્ષા યોજાઈ ગયેલ. આ પ્રવેશ પરીક્ષામાં ૫૨૧ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી શિસ્‍તબદ્ધ રીતે ચાર વિષય ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને અંગ્રેજીની લેખિત પરીક્ષા આપી હતી. ૬ કલાકમાં આ પરીક્ષા કાર્યક્રમમાં બે વિષયની પરીક્ષા પછી ટ્રસ્‍ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ભાવતા ભોજનીયા પણ કરાવવામાં આવ્‍યા હતા. રાંકના રતન સમા આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્‍વી બાળકોની કારકિર્દી ઉજવળ બનાવવા શ્રી વિજયભાઈ રૂપાણીએ કંડારેલી કેડી ઉપર ચાલતા શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત પરીક્ષા વ્‍યવસ્‍થાતંત્ર અદભુત રીતે આયોજવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંત વાતાવરણમાં ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને અંગ્રેજી વિષયની વિશ્વાસ સભર પરીક્ષા આપી હતી બે વિષયની પરીક્ષા બાદ સ્‍થળ ઉપર બાળકોને લંચની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી અને લંચબાદ પોણા કલાકના અંતર બાદ બીજા બે વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા કેન્‍દ્ર ઉપર વિદ્યાર્થીને શુભેચ્‍છા પાઠવવા અને  પ્રોત્‍સાહિત કરવા રાજકીય આગેવાનો સર્વ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા (સાંસદ સભ્‍ય શ્રી),  ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ  ટીલાળા, નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી દર્શિતાબેન શાહ, ધનસુખભાઈ ભંડેરી, દેવાંગભાઈ  માંકડ, નેહલભાઈ શુક્‍લ, મનીષભાઈ ભટ્ટ અશ્વિનભાઈ ભોરણીયા, ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય, નરેન્‍દ્રસિંહ ઠાકોર, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, પૂર્વીબેન ઉચાટ, રસીલાબેન સાકરીયા, કિરીટભાઈ ગોહેલ, જ્‍યોત્‍સનાબેન ટીલાળા, લીનાબેન રાવલ, ડો.અનિમેષભાઈ ધ્રુવ, ડો.ગૌરવીબેન ધ્રુવ, ગોકુલ હોસ્‍પિટલના ડો.તેજસભાઈ કરમટા, ડો.વિભાકરભાઈ  વચ્‍છરાજાની, નિમાવત સાહેબ, કર્નલ પી. પી. વ્‍યાસ સાહેબ, કિશોરભાઈ ગાંગાણી (લાલાભાઇ) શૈક્ષણિક અગ્રણી ડી. વી. મહેતા, રશ્‍મીનભાઇ મોદી, ઓજસભાઈ ખોખાણી, એડવોકેટ અંશભાઈ ભારદ્વાજ,  પિયુષભાઈ વાધર, જીતુભાઈ રાઠોડ, નિલેશભાઈ દેસાઈ, દીપાબેન દેસાઈ, જયુબેન કાનાબાર વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહી પરીક્ષાર્થી બાળકોને શુભેચ્‍છા પાઠવેલ હતી. ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ શુભેચ્‍છા પાઠવી સર્વે મહાનુભવો તથા એચ.એન. શુક્‍લા કોલેજના સંચાલક નેહલભાઈ શુક્‍લ, પીયુષભાઈ વાધર તથા આજના આ પરીક્ષા કાર્યમાં ઉપયોગી થયેલ સર્વેનો આભાર માન્‍યો હતો. આ પ્રવેશ પરીક્ષા કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ  તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્‍બર્સ  જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, પરેશભાઈ હુંબલ, કાર્યકર્તાઓ કનુભાઈ હિંડોચા, જયસુખભાઈ ડાભી, કે.બી.ગજેરા, કિશોરભાઈ ગમારા, હરેશભાઈ ચાંચીયા, દિલીપભાઈ મીરાણી, અનુપભાઈ રાવલ, કિરીટભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ રત્‍નોતર, પ્રવિણભાઈ ખોખર પુજીત ટ્રસ્‍ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કોર્ડીનેટર  સાગરભાઇ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્‍નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, વર્ષાબેન મકવાણા, કાંતીભાઈ નિરંજની જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્‍ટના પૂર્વ વિદ્યાર્થીઓ રાહુલભાઈ દુધરેજીયા, હેરભા રવિ, સ્‍વાતિબેન ચૌહાણ વગેરે તેમજ એચ.એન.શુક્‍લ કોલેજના કર્મચારીઓ શ્રી અયુબ સર, મયુરસર, મિતસર, દિનેશભાઈ રાઠોડ, નરેન્‍દ્રભાઈ, રવિભાઈ, મનોજભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી. પરીક્ષા ખંડ અને કલાસીસની વ્‍યવસ્‍થા ડો.મેહુલભાઈ રૂપાણી તથા નેહલભાઈ શુક્‍લ દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સર્વે મહાનુભવોને આવકારીને સ્‍વાગત કર્યું હતું. લેવાયેલ પરીક્ષાનું પરિણામ આગામી તા. ૧૮ મે ૨૦૨૬, સોમવારના ટ્રસ્‍ટના ભવન ‘કિલ્લોલ', ૧-મયુરનગર, રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે મૂકવામાં આવશે. મેરીટ માં પસંદગી પામેલ ૨૦ થી ૨૫ વિદ્યાર્થીઓને ટ્રસ્‍ટ શૈક્ષણિક દત્તક લઈ ધો.૮ થી ધો.૧૨ સુધી તમામ શૈક્ષણિક સુવિધા જેવી કે રાજકોટની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ, ફી, પુસ્‍તકો તેમજ જરૂરી સામગ્રી ઉપરાંત સાયકલ આપશે. આ વિદ્યાર્થીઓને આરોગ્‍ય સુવિધા પણ ટ્રસ્‍ટ દ્વારા પૂરી પાડવામાં આવશે. વિશેષ માહિતી માટે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ નો ફોન નંબર  ૦૨૮૧-૨૭૦૪૫૪૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

(3:54 PM IST)