તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
દારૂની ટેવથી કંટાળી એસિડ પી પરેશભાઇનો આપઘાત
સેટેલાઇટ ચોક આવાસમાં બનાવઃ બહારથી એસિડ પી ઘરે આવ્યાઃ સારવારમાં મોત થયું

રાજકોટ તા. ૧૨: પેડક રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં પરેશભાઇ માવજીભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામના આધેડે એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.પરેશભાઇ ગઇકાલે સવારે ઘરેથી બહાર ગયા બાદ દસેક વાગ્યે ઘરે આવી ઉલ્ટી કરવા માંડતા પરિવારજનોએ પુછતાં પોતે એસિડ પી ગયાનું કહ્યું હતું. આથી તુરત જ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને કરી હતી. આપઘાત કરનાર પરેશભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં પાંચમા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે ભૂગર્ભ ગટર સફાઇનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. દારૂની ટેવથી કંટાળીને એસિડ પી ગયાનું સગાએ જણાવ્યું હતું.
(2:36 PM IST)










