તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 27th October 2026
પુત્રની ઘેલછામાં પરિણિતાને નવસારીના સાસરીયાઓ દ્વારા મારકુટ, અસહ્ય ત્રાસ
મહિલા પોલીસ મથકમાં રાજકોટમાં પિયરમાં રહેતી પરિણીતાની ફરીયાદ : પુત્રીનો જન્મ થતા સાસુ-સસરાને ગમતુ ન હોવાથી તેને અને પુત્રીને અપશબ્દો કહેતાઃ પતિ ‘હું બીજી લઇ આવીશ, તારે જતુ રહેવું હોય તો જતી રહે' તેમ કહેતો હોવાનો ફરીયાદમાં આરોપ

રાજકોટ તા. ર૭ :.. હાલ રેલનગરના ક્રિષ્ના પાર્કમાં શ્રીજી કોમ્પલેક્ષમાં માતા - પિતા સાથે રહેતાં અને બી.સી.એ. સુધી અભ્યાસ કરનાર પાયલબેન ભઠેજા (ઉ.૩૪) એ પતિ-રવી, સાસુ-મીનાબેન અને સસરા લાલચંદ ભઠેજા (રહે. બધા કાનજીપાર્ક, નવસારી) સામે લગ્ન જીવન દરમિયાન અવાર નવાર મેણાટોણા મારી ઘરકામ કરવા બાબતે ઝઘડો કરી મારકુટ કરી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પાયલબેને ફરીયાદમાં જણાવ્યું કે, તે છેલ્લા એકાદ વર્ષથી પુત્રી પ્રાત્શી (ઉ.૧પ) સાથે રીસમાણે છે. ર૦ર૦ માં તેના લગ્ન રવી સાથે થયા હતાં. લગ્ન બાદ તે સંયુકત પરિવારમાં રહેવા ગઇ હતી. થોડા સમય બાદ પતિ અને સાસુ-સસરા નાની-નાની વાતમાં ઝઘડો કરતા હતા. ઘરના કામકાજ બાબતે પણ બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. સાસુ-સસરા તેના પતિને કાન ભંભેરણી કરતા પતિ ઝઘડા કરતો હતો.
પતિનુ કામ હોય તો પણ સાસુને પુછવું પડતુ હતું સાસુ-સસરા કહે તેમ તેને કરવાનુ રહેતુ તેને કોઇ વસ્તુ લેવી હોય તો તેના માટે રૂપિયા આપતા ન હતાં. ત્યારબાદ તે પ્રેગનન્ટ હોય પુત્રીનો જન્મ થતા સાસુ-સસરાને- ગમતુ ન હતું. તેને પુત્ર જોઇ તો હોવાથી સાસુ તેને અને તેની પુત્રીને અપશબ્દો બોલી પુત્રી બાબતે મેણકટોણા મારી હેરાન કરતા હતાં. પતિ અને સાસુ-સસરા અવારનવાર બોલાચાલી કરી ઝઘડો કરી ત્રાસ આપતા હતાં.
પુત્રીના જન્મ બાદ પતિએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેને પતિ, હુ બીજી લઇ આવીશ, તારે જતુ રહેવું હોય તો જતી રહે તેમ કહી હેરાન કરતો હતો. તેમજ પુત્રીને કપડા લઇ આપતો ન હતો.
એકાદ વર્ષ પહેલા ઝઘડો કરતા તે પિયર આવી ગઇ હતી. સમાધાનમાં પ્રયાસો કરવા છતાં સમાધાનની ના પાડી સાસરીયાઓએ છૂટાછેડા આપવાનું જણાવતાં અંતે ફરીયાદ નોંધાવી હતી.
(3:55 PM IST)










