<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

આલોચના-ક્ષમાપના પર્વ અને તપસ્યાર્યા સાથે શ્રી અજરામર સંઘમાં પર્યુષણ પર્વની ઉજવણી

રાજકોટ : પૂ. ગચ્‍છાધિપીત આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્‍વામીની નિશ્રામાં આજે સંવતત્‍સરી પર્વના દિવસે પૂ. છોટે ગુરૂદેવ શ્રી વિમલચંદ્રજી સ્‍વામીએ અઢી કલાક સુધી ભાવરસધારા સાથે વર્ષભરની ૧૮ પાપ સ્‍થાનક, રપ મિથ્‍યાત્‍વ, પારિવારિક ક્ષમાપના અને મિચ્‍છામિ દુક્કડમના શબ્‍દભાવ દ્વારા સેંકડો ભાવિકોને આલોચના કરાવી હતી. અજરામર સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રયમાં ત્રણ માળ સુધી હકડેઠઠ ભાવિકો સામાયિક અને પૌષધવ્રત સાથે લાભ લીધો હતો. આજની આલોચના પોથી વહોરાવવાનો લાભ શ્રીમતિ સેજલબેન મેહુલભાઇ ટોળીયાએ લીધો હતો.

આ શૌર્યભાવ ચાતુર્માસમાં ૪પ ઉપવાસ/૧, ૩૧/૧, ૩૦/૩, ૧૬/૪, ૧૧/૧, ૯/પ, અઠાઇ-૩૦, છ' અને પ-ઉપવાસના કુલ -૮૪ આરાધકોમાં ૩પ સિદ્ધિતપના તપસ્‍વીઓ મોખરે રહ્યા હતા. આમ અજરામર સંપ્રદાય અને ગુજરાત-રાજકોટના શ્રી સ્‍થાનકવાસી સમાજમાં આ વર્ષે સૌથી વધુ મોટી તપસ્યાર્યા અહીં આચાર્ય ભાવ ગુરૂદેવની નિશ્રામાં થઇ છે. જેના સમુહ પારણાં માતુશ્રી સરલાબેન શાંતિલાલ શાહ, હ. શ્રીમતિ મીતલબેન મહેશભાઇ શાહે લીધો છે.

આજના ક્ષમાપના પ્રવચન બાદ શ્રી અજરામર ગુરૂ ગાદીભંડાર-રાજકોટની દાનપેટીઓ ઉછામણીમાં લાભ લેનાર શ્રીમતિ નયનાબેન ગિરિશભાઇ ગાંધીને મધુકાન્‍તભાઇ ખંધાર, કમલેશભાઇ શાહે અર્પણ કરાઇ હતી. આ દાન ભંડારની ર-૬ર ની ઉપજ જીવદયા અને વૈયાવચ્‍ચ ખાતે વાપરવાની સંઘે જાહેર કરી હતી, તો લાભાર્થી પરિવારે પ૧ હજાર ગુરૂ ભગવંતની વૈયાવચ્‍ચમાં અર્પણ કર્યા હતા.

તપ સાધિકાશ્રી ઓમકારશ્રી આર્યાજીના ૩૧ ઉપવાસના કળશ પચ્‍ચખાણ અને સાંજીનો કાર્યક્રમ આગામી તા. ૧૯-૯ ના સવારે નવા વાગે અજરામર ઉપાશ્રયમાં રાખેલ છે. તા. ર૦ રવિવારે સવારે ૮-૩૦ વાગે સમુહ સામાયિક રાખેલ છે. ત્‍યારબાદ ૯:૩૦ વાગે તપસ્‍વીનું પારણું રાખેલ છે.

આજના દિવસે સંઘના અતિથિ ગૃહમાં એક રૂમના દાતા તરીકે સંગીતા મનોજ દોઢીવાળા અને શ્રીમતિ દીપા વિરાટ દોઢીવાળાનું સન્‍માન કર્યુ હતું.

(2:26 PM IST)