તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 6th October 2026
રઘુવંશી સમાજના ખેલૈયાઓમાં પાસ બુકીંગનો ઉત્સાહ, ગ્રાઉન્ડ હાઉસફુલ થવાની તૈયારીમાં..
ખેલૈયાઓ મોકો છે તમને, ઉમંગ છે સૌને, નવરાત્રીનો ઉત્સવ છે, આપણા રઘુવંશી પરિવારના આંગણે....

રાજકોટઃ માં આદ્યશક્તિની આરાધના ના પવિત્ર પર્વ નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ રઘુવંશી સમાજ માટે રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.સંપૂર્ણ પરિવારીક માહોલ અને સલામતી સુરક્ષાના સજજડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓર્કેસ્ટ્રા, જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે યોજાનાર આ રાસોત્સવના સીઝન પાસનું બુકિગ પૂર્ણતા થવાના આરે છે. મર્યાદિત સંખ્યામાં જ ખેલૈયાઓ રમાડવાના હોવાથી રઘુવંશી ખેલૈયાઓએ વહેલા તે પહેલાના ધોરણે સીઝન પાસ બૂક કરવાના બાકી હોય તેને કાર્યલયનો સંપર્ક કરી પાસ બૂક કરવાની જાણકારી મેળવી લેવા વિનતી કરાઈ છે.
સીઝન પાસ બુક કરવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. દર વર્ષ ની જેમ આ વર્ષે આયોજકની ટીમ ખેલૈયા માટે કંઇક નવા અનોખા રંગ રૂપ માં જબરું આયોજન કરેલ હોય તેમજ ગ્રાઉન્ડમાં જ ફ્રી પાર્કિગ ની વિશાળ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ ખેલૈયાઓની સુરક્ષામાટે હાઈ-સિક્યુરીટી તથા સીસીટીવી કેમેરા બાજ નજર રાખશે. તેમ યાદીમાં જણાવાયું છે.
અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ દ્વારા આયોજિત રાસોત્સવ૨૦૨૬ માં દરરોજ સીનીયરજૂનિયર અને કિડ્સ પ્રિન્સ પ્રીન્સેસ ને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે ઉપરાંત વેલડ્રેસ અને સરપ્રાઈઝ ગિફટથી પણ ખેલૈયાઓ પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ છેલ્લા દિવસે મેગા ફાઈનલ યોજવામાં આવશે.
ધ વન વલ્ડ ની સામે રવિ રેસ્ટોરન્ટ ની બાજુમાં શીતલ પાર્ક પાસે ૭૫૦૦૦ ચો.ફુટના વિશાળ ગ્રાઉન્ડમાં લોકપ્રિય ખ્યાતનામ સિગર અજય ગઢવી, વિજય બારોટ, અંજુ મકવાણા, તથા એન્કર રશ્મી માણેક, ભાવેશ મેર, સાથે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આશિષ કોટક તથા કવિતા કોટકનું શુભ ઈવેન્ટ્સ ના સાંજીદા વાંજીદાઓ ના સંગાથે ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓને થનગનાટ કરાવશે .
આ રાસોત્સવને સફળ બનાવા પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ સહીતની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. પાસ તેમજ વિશેષ જાણકારી માટે સદગુરુ વંદનાધામ ૫-આફ્રિકા કોલોની રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જપાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટમો ૯૮૨૪૪ ૦૦૦૩૦ કાર્યાલયે સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે
(3:55 PM IST)










