<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

હરિદ્વાર માટે અઠવાડીયે ચાર ટ્રેન શરૂ થતા જ મુસાફરોની મુશ્‍કેલી દુર થશે : મોકરીયા - ગોવિંદભાઇ

સૌરાષ્‍ટ્ર મેઈલ અને ગુજરાત મેઇલનો પ્રશ્‍ન પણ હલ થવા ઉપર

રાજકોટ તા. ૩૧ : સૌરાષ્‍ટ્રવાસી રેલ્‍વે પેસેન્‍જર માટે  હરિદ્વાર જવા અઠવાડિયે ૪ ટ્રેન દિવાળી પછી શરુ થવા જઈ રહી હોવાનું પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા તથા પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે સંયુકત યાદીમાં જણાવ્‍યું છે.

તેઓએ જણાવ્‍યું છે કે અઠવાડિયે ૨ ટ્રેન ઓખા વાયા રાજકોટ હરિદ્વાર તથા એક ટ્રેન વેરાવળ વાયા રાજકોટ હરિદ્વાર થઈને તેમજ એક ટ્રેન જે રાજકોટ હરિદ્વાર ચાલે છે તે યથાવત રહેશે. ૨૨ જેટલા કોચ અને ઇકોનોમીક એ.સી. સાથેની આ ટ્રેનો સૌરાષ્‍ટ્રવાસીઓ કે જે ગંગા તાાન તથા ભાગવત સપ્તાહ માટે હરિદ્વાર જાય છે. તેમને અત્‍યારે લાંબા સમય પછી ટ્રેનમાં જવાની જગ્‍યા મળે છે.

હવે અઠવાડિયે ૪ ટ્રેન થતા આ હાલાકી દુર થશે અને ધાર્મિક યાત્રા તેમજ ગંગા મૈયામાં તાાન કરવા જનાર શ્રધ્‍ધાળુઓ માટે આશીર્વાદરૂપ બનશે. છેલ્લા બે વર્ષથી સતત રજુઆતો અને પત્ર વ્‍યવહારના કારણે રેલ્‍વે બોર્ડ હકીકતલક્ષી રીપોર્ટ મેળવી કોમર્શિયલ રીતે પરવડે તેમ છે કે કેમ તે જાણ્‍યાબાદ આ અસરકારક રજુઆતો રંગ લાવી અને રેલ્‍વે સત્તાવાળાઓ તથા રેલ્‍વે મંત્રી શ્રી અશ્વિની કુમારે ખુબ જ રસ દાખવી અને સૌરાષ્‍ટ્રની આ માંગ સ્‍વીકારી આ ટ્રેનો રાજકોટ વાસીઓને સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારના રોજ પ્રાપ્‍ત થશે. તેમ યાદીના અંતમાં શ્રી મોકરીયા અને શ્રી પટેલે જણાવેલે જણાવી રેલ્‍વે બોર્ડ તથા જનરલ મેનેજરનો આભાર વ્‍યકત કર્યો છે. વધુમાં શ્રી મોકરિયા તથા પટેલે જણાવ્‍યું છે કે ઘણા સમયથી રાજકોટવાસીઓની માંગ છે કે સૌરાષ્‍ટ્ર મેઈલનો સમય અગાઉ જે સાંજના છ વાગ્‍યાનો હતો તે પૂર્વવત ચાલુ કરવો તેમજ અમદાવાદ ખાતે જે ગુજરાત મેઈલ ૧૬ કલાક પડી રહેલ છે. તે મેઈલને હાપા સુધી લંબાવીને હાપા - મુંબઈ વધારાની ટ્રેનની માંગ અંગે પણ બોર્ડમાં વિચારાધીન છે.

(3:50 PM IST)