તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬'ના પાસ માટેના ફોર્મ વિતરણ શરૂ
સર્વ જ્ઞાતિના બહેનો, દંપતિઓ આવકાર્યઃ સાધુ વાસવાણી રોડ ઉપરના મેદાન તડામાર તૈયારીઓ

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિ રત્ન કિરીટકાકા ગણાત્રાનાં શારદીય માર્ગદર્શનમાં નવરાત્રી તા.૧૧/૧૦/૨૦૨૬ થી ‘‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬''નું આયોજન કરવામાં આવનાર છે.
નવરાત્રી દરમ્યાન પ્રિન્સપ્રિન્સેસ તથા વેલડ્રેસ થનાર વિજેતાઓને દરરોજ આશ્વાસન ઈનામ આપવામાં આવશે. આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજક મિતેશભાઈ રૂપારેલીયા, જયદેવ રૂપારેલીયા અને રઘુકુળ યુવા ગ્રુપનાં યુવાન, ઉત્સાહી અને સાથી ટીમ જણાવે છે કે, દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્ય મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આદ્યશકિતની આરાધના સૌ સાથે મળી કરશે.
નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે સર્વે જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્ચેની સ્પર્ધા બાદ કરાશે. દરેક નોરતે ‘જય આદ્યશકિત' જાણીતા ભક્તિપદથી રાસોત્સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર પ્રકાશ પરમાર, દિપ્તી બાલાસરા, હાર્વીન પોપટ, મેહુલ શીશાંગીયા તેમજ એન્કરીંગ વૈશાલી પુજારા સહીતનાઓ વૈશ્વીક ખ્યાતનામ સંગીતકાર એરેન્જરના સથવારે લોકગીતો, રાસ-ગરબા પર આધારીત ભકિતપદોને સથવારે ઓરકેસ્ટ્રા રીધમ કિર્તી વિમલ (ઝીલ એન્ટરટેઈનમેન્ટ) દ્વારા કરવામાં આવશે અને દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમશે.
રઘુવંશી રાસોત્સવમાં જય ભવાની સાઉન્ડના આશીષભાઈની અત્યાધુનીક ડીઝીટલ સાઉન્ડ સીસ્ટમ્સ રાખવામા આવી છે. તેમજ શ્રી બુટભવાની મંડપના રાકેશભાઈ વ્યાસ દ્વારા મંડપનો શણગાર કરવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ તથા મહેમાનો માટેની એલ.ઈ.ડી. સ્ક્રીન પર લાઈવ પ્રસારણ બતાવવા માટે ઓમ ટેલી લીંકના વિકકીભાઈ મોદી તથા ટીમ તથા સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્યુસિહ જાડેજા અને તેમના બાઉન્સરો સુરક્ષા કવચ પુરું પાડશે.
‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬' ના ફોર્મ વિતરણ માટેના વ્હોટસએપ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ નંબર તમારા મોબાઈલમાં સેવ કરીને ફોર્મની પી.ડી.એફ઼ ફાઈલ મંગાવી ડાઉનલોડ કરી શકશો.
‘‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬'' ના ફોર્મ વિતરણ શરૂ થઈ ગયેલ છે. ફોર્મ જમા કરાવવા માટે મુખ્ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા શારદીય નવરાત્રી દરમિયાન તા.૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ સુધી યોજાનાર ‘‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ''ના ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) એન્જોય લેડીઝ કલબ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) એરટેલ શોપી, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક (૭) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્યુટી સલુન, સવન સર્ફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ (૧૦) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૧) મહારાજા વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્કલેવ, શીવાલય ચોક, રેલનગર (૧૨) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ પાસે (૧૩) શીવપુષ્પ મેડીકલ સ્ટોર, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી મળશે. તેમ યાદીના અંતમાં જણાવાયુંદછે. ફોર્મ માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.
(3:24 PM IST)










