તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
સીએ ઇન્ટરના પરિણામોમાં પતંજલિ ઇન્સ્ટિટયૂટની જવલંત સિધ્ધિ : ૧૦ વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયત્ને બન્ને ગ્રુપમાં ઉતીર્ણ
૪ વિદ્યાર્થીઓ રાજકોટ કેન્દ્રના ટોપ ટેનમાં : ૨૩ વર્ષમાં સંસ્થાના ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સીએ બન્યા : ૨૦૨૮માં સ્થાપનાનું રજત જયંતિ વર્ષ ઉજવાશે

રાજકોટ તા. ૨૭ : તાજેતરમાં જાહેર થયેલાં સપ્ટેમ્બર ૨૦૨૬ની સીએ ઇન્ટરની પરીક્ષાનાં પરિણામોમાં રાજકોટની પ્રતિષ્ઠિત પતંજલિ ઇન્સ્ટિટયૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝના ૧૦ વિદ્યાર્થીઓએ પ્રથમ જ પ્રયત્ને બંને ગ્રુપ પાસ કરીને અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.
આ ઉપરાંત, સંસ્થાના ચાર વિદ્યાર્થીઓએ ૬૦૦માંથી ૪૦૦થી વધુ ગુણ મેળવી રાજકોટ કેન્દ્રના ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેવિન ગોહેલે ૪૩૩, હિમાંશુ પટેલે ૪૧૮, ઈશા ઝાટકિયાએ ૪૧૪ અને તનુ શર્માએ ૪૧૧ ગુણ મેળવી ઉત્કળષ્ટ દેખાવ કર્યો છે.
આ ચાર વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રી ભદ્રેશા, જીત રાઠોડ, મયંક ડાંગર, કુંજ વડગામા, ધૈર્ય પારેખ અને હિમાંશુ કોટકે પણ પ્રથમ પ્રયત્ને સીએ ઇન્ટરની પરીક્ષામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત, સંસ્થાના આશરે ૩૦ વિદ્યાર્થીઓએ એક ગ્રુપ પાસ કર્યું છે. વર્ષ ૨૦૨૬માં જાહેર થયેલાં સીએ ઇન્ટરના ત્રણ પરિણામોમાં સંસ્થાના કુલ ૨૨ વિદ્યાર્થીઓએ બંને ગ્રુપ અને ૮૧ વિદ્યાર્થીઓએ એક ગ્રુપ પાસ કરીને સીએ ફાઇનલ તરફની સફરમાં આગળનું પગથિયું સર કર્યું છે.
સીએ કોચિંગ ક્ષેત્રે રાજકોટની અતિ પ્રતિષ્ઠિત અને પાયોનિયર સંસ્થાઓમાં સ્થાન ધરાવતી પતંજલિ ઇન્સ્ટિટયૂટ વર્ષ ૨૦૨૮માં પોતાની સ્થાપનાનું રજત જયંતી વર્ષ ઉજવવા જઈ રહી છે. છેલ્લા ૨૩ વર્ષમાં સંસ્થાના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સંસ્થાના ૩૬ જેટલા વિદ્યાર્થીઓએ નેશનલ રેન્ક અને ૧૫૬ વિદ્યાર્થીઓએ સેન્ટર રેન્ક મેળવી સંસ્થાની શૈક્ષણિક પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.
સીએની પરીક્ષામાં કોઈ એક વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવવા એ અસાધારણ સિદ્ધિ ગણાય છે. પતંજલિ ઇન્સ્ટિટયૂટના બે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૧ અને ૨૦૨૨ની પરીક્ષાઓમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.
સંસ્થાની સફળતા પાછળ વિષયની ઊંડી સમજણ, તાર્કિક વિચારશક્તિ અને ઇન્ટરેક્ટિવ શિક્ષણપદ્ધતિ પર અપાતું વિશેષ ધ્યાન મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીઓની વિચારશક્તિ વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે. પરીક્ષાના અંતિમ દિવસ સુધી વિદ્યાર્થીઓની શંકાઓનું સમાધાન થાય તે માટે સંસ્થાના શિક્ષકો સતત માર્ગદર્શન આપે છે.
પતંજલિ ઇન્સ્ટિટયૂટ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો મેળવવા પૂરતી જ સીમિત નથી, પરંતુ સામાજિક જવાબદારી નિભાવવામાં પણ અગ્રેસર છે. સીએ બનવા ઇચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર ફીના અભાવે આ અભ્યાસક્રમથી વંચિત ન રહી જાય તે માટે સંસ્થા ‘દીપ જ્યોતિ' સ્કોલરશિપ દ્વારા આર્થિક સહાય પૂરી પાડે છે. ખાસ કરીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પ્રોફેશનલ કોર્સિસ અંગે જાગળતિ લાવી, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ દ્વારા ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો સંસ્થાનો પ્રયાસ છે.
એટલુ જ નહીં સંસ્થા દ્વારા સીએના વિદ્યાર્થીઓને આર્ટિકલશિપ અને કેમ્પસ પ્લેસમેન્ટ માટે માર્ગદર્શન પૂરું પાડવાની સાથે સમળદ્ધ પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે સમયાંતરે વિનામૂલ્ય માર્ગદર્શન અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, શૈક્ષણિક પ્રવાસો, પરિસંવાદો, વિવિધ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી અને ગણેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કળતિ, નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાના ઙ્કયત્નો કરવામાં આવે છે.
સંસ્થાનું નેતળત્વ સંચાલક ત્રિપુટી સીએ જિગર પોપટ, સીએ અંકુર પોપટ અને સીએ હોઝેફા સાદીકોટ દ્વારા કરવામાં આવે છે. તેમની સાથે કર્ણધાર સમા શિક્ષકો ડો. રુચિર પંડ્યા, એન્જિનિયર જિગ્નાસુ માંકડ, એન્જિનિયર ધવલ પટેલ, સીએ-સીએસ આશિષ ગુપ્તા, સીએ-સીએસ સન્ની દેવાણી, સીએ ખુશ્બુ સંઘવી અને પ્રો. નિકુંજ ગઢવાલા સહિતની નિષ્ણાત શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે સતત કાર્યરત છે.
પતંજલિ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓની આ જ્વલંત સફળતા બદલ ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. વધુ માહિતી માટે સંસ્થાનો મો.૯૧૯૮૯ ૮૦૭૦૮૯૯ અને ફોન ૦૨૮૧ ૨૪૬૦૩૭૮ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પતંજલી ઇન્સ્ટીટયુટના સી.એ. જીગર પોપટ, સી.એ. અંકુર પોપટ, સી.એ. હોઝેફા સાદીકોટ, પ્રો. રુચિર પંડયા અને સાથે ઇશા ઝાટકીયા, ભદ્રેશા તનુ શર્મા, કેવીન ગોહેલ, મયંક ડાંગર, હિમાંશુ કોટક, જીત રાઠોડ, હિમાંશુ ઘેલાણી, કુંજ વડગામા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:16 PM IST)










