<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

રામનાથપરામાથી દારૂના જથ્‍થા સાથે ફિરોઝ સોઢા અને રાજેશ ચાવડાને ઝડપી લેતી પીસીબી

 

રાજકોટઃ પ્રિવેન્‍ટીવ ક્રાઇમ બ્રાન્‍ચના હેડ કો. ઉમેશ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને પોલીસમેન વિશાલભાઇ દવેને મળેલી બાતમીના આધારે રામનાથ પરા શેરી નં. ૧ર, ચિસ્‍તીયા એપાર્ટમેન્‍ટની સામેના રહેણાંક મકાનમાં દરોડો પાડી આઇકોનીક વ્‍હાઇટ  ફાયનેસ્‍ટ વ્‍હીસ્‍કીના ૧૯ર ચપલા અને રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કીના ૪૮ ચપલા સહિત ૩ર,૪૦૦ કિંમતના દારૂ સાથે ફિરોજ હાજી સોઢા અને રાજેશ ઉર્ફે ભોપલો કિશોરભાઇ ચાવડાને ઝડપી લેવાયા હતા. આ બંને દારૂના ધંધાર્થીઓ સામે અગાઉ અનેક ગુન્‍હા નોંધાઇ ચુકયા છે. પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીએસઆઇ પી.બી.ત્રાજીયા અને પીએસઆઇ આર.કે.જાડેજાએ બંનેની વધુ પુછપરછ હાથ ધરી છે.

(4:13 PM IST)